બોટાદ જિલ્લા કલેક્ટર ના હસ્તે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી કરાયાં સન્માનિત - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટર ના હસ્તે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી કરાયાં સન્માનિત


કોઇપણ કામ શરૂઆતમા અઘરૂ હોય છે પરંતુ જો સુચારુ આયોજન કરવામાં આવે તો ગમે તેવું અઘરૂ કામ સરળ બની જાય છે

માઇક્રો પ્લાનીંગ અને ટીમ વર્ક થકી ગમે તેવી આફતને અવસરમાં પલટાવી શકાય છે

બોટાદ જિલ્લા કલેક્ટર ના હસ્તે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી કરાયાં સન્માનિત

બોટાદ ખાતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનો અભિવાદન તેમજ સંગીત સંધ્યાનો સમારોહ યોજાયો

બોટાદમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ર૬ જાન્યુઆરી-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનો અભિવાદન સમારોહ તેમજ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ બોટાદના મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બીજલ શાહે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, “વિધાનસભા સામાન્ય ચૂંટણી અને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડવા ખૂબ જ પડકારરૂપ હોય છે, પરંતુ માઇક્રો પ્લાનીંગ અને ટીમ વર્ક થકી બોટાદ ટીમે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ૨૬ જાન્યુઆરી-૨૦૨૩ રાજ્યમહોત્સવનો મેગા કાર્યક્રમ સુપેરે પાર પાડ્યો છે. સાથોસાથ વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ કાર્યનિષ્ઠા સાથે પોતાની ફરજ અદા કરી છે જે ખરેખર કાબિલેદાદ છે. આ બંન્ને કાર્યક્રમોમાં ટીમ બોટાદે ઉત્કૃષ્ટ તેમજ અતિસરાહનીય કામગીરી કરી છે જે બદલ હું ટીમ બોટાદનાં તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું.”

વધુમાં કલેક્ટરએ પોતાના ભૂતકાળના સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, “કોઇપણ કામ શરૂઆતમાં અઘરૂ હોય છે પરંતુ જો સારી રીતે આયોજન કરવામાં આવે તો ગમે તેવું અઘરૂ કામ સરળ બની જતું હોય છે જો તેનું ઉત્તમ ઉદાહરણ ગણવું હોય તો તે બોટાદ જિલ્લાને ગણી શકાય”.

આ અવસરે નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પર્વ અને રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ બંને કાર્યક્રમો ખૂબ મોટા હતા. કલેક્ટરશ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ માઈક્રો પ્લાનીંગ દ્વારા બંને કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે, બંને કાર્યક્રમોમાં ઝીણામાં ઝીણી બાબતોની પૂરી કાળજી લેવામાં આવી, જે બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે.”

આ તકે જિલ્લા કલેક્ટર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતાં.

આ વેળાએ સુરસાધનાના મ્યુઝિકલ ગૃપનાં જીજ્ઞેશભાઈ પાઠક, અલ્કેશભાઇ ભટ્ટ અને સુશ્રી શ્વેતાબેન શાહની ટીમે વિવિધ ગીતો પ્રસ્તુત કર્યાં હતાં તેમજ નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઇ પરમારે વાંસળીના સુર રેલાવ્યા હતા સાથોસાથ તેમણે ગિટારવાદન અને ગાયનની સુરાવલીથી ઉપસ્થિત સહુ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી દીપક સતાણીએ આભારવિધિ કરી હતી.

આ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઇ બળોલિયા સહિત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તથા ૨૬ જાન્યુઆરી-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.