નાનાથી માંડી મોટા કારખાનેદારો પાસે એકથી ત્રણ મહિનાનો ગ્રે તાકાઓનો ભરાવો - At This Time

નાનાથી માંડી મોટા કારખાનેદારો પાસે એકથી ત્રણ મહિનાનો ગ્રે તાકાઓનો ભરાવો


-બહારગામના
વેપારીઓ પાસે પડેલો ફિનિશ્ડનો સ્ટોક ક્લિયર નહિ થયો હોવાથી નવી ખરીદી અટકી હતી         સુરતકાપડ
બજારમાં ખરીદી નીકળશે એવી આશામાં છેલ્લાં દોઢબે મહિનાથી ગ્રેનું ઉત્પાદન ચાલુ
રાખનારા કારખાનેદારો પાસે ઓછાં-વધતાં અંશે ગ્રે તાકાઓનો ભરાવો છે. ક્ષમતા પ્રમાણે
એકથી ત્રણ મહિનાનો સ્ટોક કારખાનેદારો પાસે છે.હોળી-ધુળેટી
પૂર્વે કારીગરોની વતન જવાનું શરૃ કર્યું ત્યારથી વિવીંગ ઉદ્યોગમાં ગ્રેના ઉત્પાદન
ઉપર 35 થી 40 ટકાનો કાપ આવી ગયો હતો. આમ છતાં કારખાનેદારોએ પ્રોડક્શન ચાલુ રાખ્યું
હતું. જોકે, બીજી તરફ વેપારીઓની ખરીદી ટુકડેટુકડે ચાલુ રહી
હોવાથી ગ્રે વેચાતું રહ્યું હતું. આમછતાં, તાકાઓનો ભરાવો
ધીરે-ધીરે વધતો રહ્યો હતો.કારખાનેદારો
પાસે છેલ્લાં થોડાં મહિનાઓમાં ધીરે ધીરે મહિનાથી ત્રણ મહિના સુધીનો સ્ટોક થઈ ગયો
છે. ખમતીધર કારખાનેદાર પાસે ગ્રે તાકાઓનો સ્ટોક થોડો વધુ છે, જ્યારે ગ્રેનું
ઉત્પાદન અટકાવી દેનારા કે ઓછું કરનારા પાસે સ્ટોક થોડો ઓછો છે, એમ વિવિંગ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.આ અંગાઉ
બહારગામની ખરીદી ઓછી થઈ હોવાને કારણે,
વેપારી વર્ગે ગ્રેની નવી ખરીદી અટકાવી રાખી હતી. આમેય માર્ચમાં હોળી
ધુળેટી પૂર્વે મોટાં જથ્થામાં માલ વેપારીઓએ રવાના કર્યો હતો. બહારગામના વેપારીઓ
પાસે ફિનિશ્ડનો સ્ટોક ક્લિયર નહિ થયો હોવાથી, નવી ખરીદી અટકી
હતી. જેની અસર સ્થાનિક બજાર પર આવી હતી.જૂનના બીજા
પખવાડીયાથી કામકાજ સુધરશે,
એવી આશા હતી.ખેતીલાયક સારાં વરસાદને કારણે ગ્રામીણ અર્થતંત્રને વેગ
મળતાં વેપાર આગળ વધશે એવી ધારણાઓ સાચી ઠરી નથી જોકે હજુ પણ ટેક્ટર ઉદ્યોગકારોને
આશા છે કે જુલાઈમાં કામકાજ આગળ વધશે અને ગુમાવેલો વેપાર નવી ખરીદી નીકળતા ફરી મળી
શકશે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.