રાંદેરના વેપારી સાથે રૂ.90 લાખની ઠગાઈ કરી ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવડાવી દેશું તેવી ધમકી આપનાર ત્રણેય વેપારી પૈકી એકની ધરપકડ - At This Time

રાંદેરના વેપારી સાથે રૂ.90 લાખની ઠગાઈ કરી ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવડાવી દેશું તેવી ધમકી આપનાર ત્રણેય વેપારી પૈકી એકની ધરપકડ


- ત્રણેય વેપારીએ બોગસ પેઢી ઉભી કરી ભાડુતી માણસોના નામે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી બોગસ બીલોના આધારે જીએસટી વળતર મેળવી સરકારને પણ ચૂનો ચોપડયો હતો સુરત,તા.10 ઓગષ્ટ 2022,બુધવાર સુરતના રાંદેરના વેપારી સાથે રૂ.90 લાખની ઠગાઈ કરી ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવડાવી દેશું તેવી ધમકી આપનાર ત્રણેય વેપારીપૈકી એકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય વેપારીએ બોગસ પેઢી ઉભી કરી ભાડુતી માણસોના નામે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી બોગસ બીલોના આધારે જીએસટી વળતર મેળવી સરકારને પણ ચૂનો ચોપડયો હતો.ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર રોડ અડાજણ પાટીયા નિશાંત સોસાયટી ઘર નં.65 માં રહેતા 58 વર્ષીય વેપારી મોહંમદ અલી મોહંમદ યુનુસ જનરલ અને તેમના બે મિત્રો આદીબ નુરાની અને ગુલ એહમદ નુરાનીને કાપડના ધંધામાં રોકાણ અને નફો આપવાની વાત કરી ત્રણ વેપારી ફીરોજ પરીયાણી ( રહે.ફ્લેટ નં.એ/902, સાનીયા એપાર્ટમેન્ટ, ગોરાટ રોડ, રાંદેર, સુરત ), અલ્તાફ ઘાણીવાલા ( રહે.બી/એફ, ફ્લેટ નં.202, આશીયાના એપાર્ટમેન્ટ, અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત ) અને નજીબ નેત્રંગવાલા ( હાલ રહે. બંગલા નં.29, દિવાને ખાસ ફાર્મ હાઉસ, ડાભેલ, જી.નવસારી. અને દિલ્હી ) એ વર્ષ 2019 માં કુલ રૂ.90 લાખનું રોકાણ કરાવ્યું હતું.ધંધો જામ્યા બાદ નફો આપવાની વાત કરનાર ત્રણ વેપારીઓએ બાદમાં કોરોના આવતા ધંધો ઠપ થઈ ગયો છે કહી કોરોના બાદ પણ કોઈ પૈસા આપ્યા નહોતા.આથી અલી જનરલે તેમના અને બે મિત્રોએ રોકેલા રૂ.90 લાખ નફા સાથે પરત માંગતા ત્રણેય વેપારીઓએ ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવડાવી દેશું તેવી ધમકી આપી હતી.બાદમાં અલી જનરલે તપાસ કરાવતા જણાવા મળ્યું હતું કે ત્રણેય વેપારીએ બોગસ પેઢી ઉભી કરી ભાડુતી માણસોના નામે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી બોગસ બીલોના આધારે જીએસટી વળતર મેળવી સરકારને પણ ચૂનો ચોપડયો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ માસની શરૂઆતમાં ગુનો નોંધ્યા બાદ ગતરોજ એક વેપારી અલ્તાફ ઉર્ફે ધડીંબો અઝીઝ ઘાનીવાલા ( ઉ.વ.43, રહે. એફ/204, આશીયાના ફલેટસ, શાલીમાર સોસાયટીની પાસે, અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત. મુળ રહે.ચીચતીયા કોલોની, બ્લોક નં. એ/8, ઘર નં.128, રેલ્વે સ્ટેશન રોડ, બંબાગેટ પાસે, ધોરાજી, જી.રાજકોટ ) ની ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.