એક દેશ-એક ચૂંટણી બિલ સોમવારે લોકસભામાં રજૂ કરાશે:કેન્દ્રીય કાયદામંત્રી ગૃહમાં મૂકશે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્ય બનાવવાનું બિલ પણ આવી શકે છે
કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે બિલ રજૂ કરશે. આ બિલને 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જન રામ મેઘવાલ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. કોવિંદ સમિતિએ બંધારણની કલમ 82માં સુધારો કરવાની ભલામણ કરી છે. કલમ 82(A) ઉમેરીને લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ એક સાથે સમાપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવશે. સરકાર બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે, તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત ત્રણ કાયદાઓમાં પણ સુધારો કરવામાં આવશે. તેમાં ધી ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ-1963, ધી ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી-1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ-2019નો સમાવેશ થાય છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ થઈ શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સુપરત કર્યો રિપોર્ટ...
એક દેશ-એક ચૂંટણી પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો. કોવિંદ સમિતિની 5 ભલામણો... એક દેશ, એક ચૂંટણી શું છે?
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમનો મત આપશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969 માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. એક દેશ, એક ચૂંટણી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... કેબિનેટની મંજૂરી પછી શું?; ફાયદા અને ગેરફાયદા વિશે એ બધું, જે જાણવું જરૂરી સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. તે સમયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. આ પરંપરા 1957, 1962 અને 1967 સુધી ચાલુ રહી. 1969માં બિહારના મુખ્યમંત્રી ભોલા પાસવાન શાસ્ત્રીની સરકાર પક્ષપલટાને કારણે લઘુમતીમાં ઘટાડો થયો હતો અને વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. 1970માં ઈન્દિરા ગાંધીએ પણ 11 મહિના અગાઉ લોકસભાની ચૂંટણી કરાવી હતી. જેના કારણે વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર...)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.