એએમટીએસમાંથી ઉતરતા પહેલા ડ્રાઇવરે બસ દોડાવી મૂકતા રોડ પર પટકાતા વૃધ્ધનું મોત - At This Time

એએમટીએસમાંથી ઉતરતા પહેલા ડ્રાઇવરે બસ દોડાવી મૂકતા રોડ પર પટકાતા વૃધ્ધનું મોત


અમદાવાદ,રવિવારપૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવોમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે, ઇસનપુર ચાર રસ્તા પાસે એએમટીએેસની ચાલું બસમાં પડી જતાં વૃધ્ધનું મોત થયું હતું. પોલીસ તપાસમાં વૃધ્ધ બસમાંથી ઉતરે તે પહેલા ડ્રાઇવરે બસ દોડાવી મૂકી હતી. જેને લઇને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન સિવિલમાં વૃધ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.ઇસનપુર ચાર રસ્તા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત કરી ડ્રાઇવર બસ લઇ ભાગી ગયો ઃ બેભાન હાલતમાં સિવિલમાં સારવાર દરમિયાન મોત થયુંઆ કેસની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં મોની હોટલ પાસે હરિદર્શન સોસાયટીમાં રહેતા જયવંતરાવ લક્ષ્મણરાવ વાઘમોરે  (ઉ.વ. ૭૦) એએમટીએસ બસમાં બેસીને ઇસનપુર ચાર રસ્તા બસ સ્ટેન્ડ પાસે આવ્યા આ સમયે બસના ડ્રાઇવરે બસ સ્ટેન્ડ ઉપર બસ થોડા સમય માટે ઉભી રાખી હતી  હજુ  વૃધ્ધ ઉતરે તે પહેલા બસ ચાલું કરીને ડ્રાઇવર બસ લઇને જતો રહ્યો હતો.બીજી તરફ વૃધ્ધ રોડ ઉપર પટકાયા હોવાથી માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબિયત વધારે લથડતાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.