મોહમ્મદ રફીના જનાજામાં 10 લાખ લોકો સામેલ થયા હતા:દીકરાઓને કહ્યું હતું કે, 'મારાથી મોટા ગાયક બનો તો જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવજો' - At This Time

મોહમ્મદ રફીના જનાજામાં 10 લાખ લોકો સામેલ થયા હતા:દીકરાઓને કહ્યું હતું કે, ‘મારાથી મોટા ગાયક બનો તો જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવજો’


ફિલ્મી દુનિયામાં ઘણા એવા કલાકારો રહ્યા છે જેઓ પોતાની કલા દ્વારા દરેકના દિલમાં વસી ગયા. આવા જ એક કલાકાર છે મોહમ્મદ રફી. મોહમ્મદ રફીના અવાજનો જાદુ એવો હતો કે આજે પણ તેમનાં ગીતો ક્યારેય જૂનાં નથી લાગતાં. તેમને પોતાની કરિયરમાં લગભગ 28,000 ગીતો ગાયાં. રફી સાહેબે બે વાર લગ્ન કર્યાં અને તેમને સાત બાળકો હતાં. જેમાં 4 પુત્રો અને 3 પુત્રીઓ છે. ધૂનના આ માસ્ટરે 31 જુલાઈ 1980ના રોજ 55 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. રફી સાહેબની 44મી પુણ્યતિથિ પર, દિવ્ય ભાસ્કરે તેમના પુત્ર શાહિદ રફી અને પ્લેબેક સિંગર ઉદિત નારાયણ સાથે વાત કરી. શાહિદે અમારી સાથે રફી સાહબના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. જ્યારે ઉદિત નારાયણે જણાવ્યું કે તેમને તેમની પહેલી જ ફિલ્મમાં રફી સાહેબ સાથે ગાવાનો મોકો મળ્યો હતો. ઉદિતે એમ પણ કહ્યું કે તે રફી સાહેબ સાથેની તેમની પ્રથમ મુલાકાતને ક્યારેય ભૂલી શકે તેમ નથી. કે રફી સાહેબ આ દુનિયા છોડી ગયા તે દિવસને આપણે ક્યારેય ભૂલીશું નહીં. તે દિવસે તેમના જનાજામાં 10 લાખ લોકો સામેલ થયા હતા. ‘અબ્બા ખૂબ જ ડાઉન ટુ અર્થ હતા’
મોહમ્મદ રફીને યાદ કરતાં શાહિદ રફીએ કહ્યું, 'હું તેમના વિશે શું કહું, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ હતા. ઘરે અમે તેમને ક્યારેય એ દૃષ્ટિકોણથી જોયા નથી કે તેઓ કેવા મહાન વ્યક્તિત્વ સ્વામી છે, અમારા માટે તેઓ ફક્ત અમારા પિતા હતા. તમને સાચું કહું જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમને સમજાયું કે તેઓ કેટલા મહાન વ્યક્તિ હતા. લોકો તેમની પૂજા કરતા હતા. લોકો અમને કહેતા કે તે ભગવાન છે, તેમના ગળામાં સરસ્વતી હતી.' ઘર અને કારનો શોખીન હતો
'અબ્બાને કાર અને ઘરનો બહુ શોખ હતો. તેમને એવી કારનો શોખ હતો જે તે સમયે ભારતમાં લોન્ચ પણ નહોતી થઈ. 1979માં તેમણે વિદેશમાં હોન્ડા અકોર્ડ કાર બુક કરાવી હતી જે જૂન 1980માં ભારત પહોંચી હતી. આ કારને જહાજ દ્વારા ભારત લાવવામાં આવી હતી અને કસ્ટમના લોકો પણ મૂંઝવણમાં હતા કે તેના પર શું ડ્યૂટી લાદવી જોઈએ કારણ કે તે સમયે હોન્ડા ફક્ત બાઇક બનાવતી હતી અને રફી સાહેબની ખાસ ડિમાન્ડ પર આ કારનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દરેક કોન્સર્ટમાં આ ત્રણ ગીતો ગાતા
'રફી સાહેબે તેમનાં કયાં ગીતો સૌથી વધુ પસંદ કર્યા તેનો ઉલ્લેખ ક્યારેય કર્યો નથી, પરંતુ મને જે ખબર છે તે મુજબ તેઓ દરેક કોન્સર્ટમાં ત્રણ ગીતો ગાતા હતા જેના કારણે મને હંમેશાં લાગતું હતું કે તે ત્રણ ગીતો તેમના સૌથી ફેવરિટ હતાં. મારા મત મુજબ, ફિલ્મ 'બૈજુ બાવરા'નું 'ઓ દુનિયા કે રખવાલે', ફિલ્મ 'દુલારી'નું 'સુહાની રાત ઢલ ચૂકી' અને ફિલ્મ 'કોહિનૂર'નું 'મધુબન મેં રાધિકા નાચે રે' તેમનાં પ્રિય ગીતો હતાં. મેં હંમેશાં તેઓના દરેક પર્ફોર્મન્સમાં આ ત્રણ ગીતો સાંભળ્યાં છે, પછી ભલે ફરમાઈશ આવે કે ન આવે. તેમનાં તમામ ગીતો અમર છે. પાર્ટીઓથી દૂર રહેતા
'ઘણા લોકો અબ્બાને મળવા ઘરે આવતા હતા પરંતુ તેમણે અમને ક્યારેય કોઈને મળવા દીધા ન હતા. તેમણે અમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રાખ્યા હતા અને અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવીએ તેવું માગતા ન હતા. તેઓ કુટુંબલક્ષી હતા અને કામ સિવાય તેમણે પોતાનો બધો સમય પરિવારને આપવાનું પસંદ હતું. તેઓ એક પારિવારિક માણસ હતા અને તેમને સામાજિક રહેવું બિલકુલ પસંદ ન હતું. જ્યારે પણ તે કોઈના લગ્નમાં કે કોઈ ફંક્શનમાં જતા ત્યારે તેમને ગુલદસ્તો કે ભેટ આપીને તરત જ ત્યાંથી નીકળી જતા હતા. તેમને પાર્ટીઓમાં જવાનું બિલકુલ પસંદ ન હતું. બહુ બોલતા પણ નહોતા. વીકએન્ડમાં અમે લોનાવાલાના બંગલામાં જતા. પપ્પા કામમાં ગમે તેટલા વ્યસ્ત હોય તેમ છતાં તેઓ અમારી સાથે એક દિવસ વિતાવવા આવતા. જ્યારે ઉદિત નારાયણે મોહમ્મદ રફીને પ્રભાવિત કર્યા હતા
રફી સાહેબ વિશે વાત કરતાં ઉદિત નારાયણે કહ્યું કે, 'હું મારી જાતને એ થોડા નસીબદાર ગાયકોમાંથી એક માનું છું જેમને રફી સાહેબ સાથે ગાવાની તક મળી. હું 1978માં મુંબઈ આવ્યો હતો. એક વર્ષ પછી મને રફી સાહેબ સાથે ફિલ્મ '19-20'માં ગાવાનો મોકો મળ્યો. એ ગીતના બોલ હતા 'મિલ ગયા મિલ ગયા'. એ ગીતનું રેકોર્ડિંગ અને રિહર્સલ કુલ 2 કલાક પ્રખ્યાત સ્ટુડિયોમાં થયું. એ ગીત પહેલાં જ્યારે હું રફી સાહેબને મળ્યો હતો એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. તેઓ પોતાની ફિયાટ કારમાંથી નીચે ઊતર્યા હતા. તેમણે સફારી સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર સ્મિત હતું. તેમને જોતાં જ હું તેના પગે પડી ગયો. તેમણે મને ગળે લગાવીને કહ્યું, 'ચિંતા કરશો નહીં, બરખુરદાર. હું પણ ક્યારેક કોરસમાં ગાતો. તેમના શબ્દોએ 2 મિનિટમાં મારી નર્વસનેસ દૂર કરી. તે આટલું મોટું વ્યક્તિત્વ હતું, પણ તેનામાં જરાય અહંકાર નહોતો.' સંગીત નિર્દેશક રાજેશ રોશને સલામતી માટે તે ગીત વધુ એક વખત રેકોર્ડ કરાવ્યું. રફી સાહેબે ના પાડી. તેમણે ફરીથી રેકોર્ડ કર્યું. મેં પણ કર્યું. રફી સાહેબને મારું કામ ગમ્યું. તેમણે કહ્યું, 'તમે સારું ગાઓ છો.' શું તમે ગિટાર વગાડતા શીખો છો? જો તમે સ્ટેજ પર ગિટાર વડે ગીત ગાશો તો તમે શોમાં ધૂમ મચાવી શકો છો.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.