માથા પર સવા લાખ રૂદ્રાક્ષ, 45 કિલો વજન, VIDEO:અઢી વર્ષની ઉંમરે માતાએ પુત્રનું દાન કર્યું હતું, ગીતાનંદ મહારાજે તેમની કહાની જણાવી
મારા માતા-પિતાને સંતાન નહોતું. તે સમયે ગુરુ મહારાજ અમારા ગામમાં આવતા હતા. તેમના આશીર્વાદથી અમારા માતાપિતાને 3 બાળકોના થયા. તે પહેલાથી જ નક્કી હતું કે માતા-પિતા બીજા નંબરના બાળકને ગુરુ મહારાજને આપી દેશે. હું બીજું બાળક હતો. તેથી, જ્યારે હું અઢી વર્ષનો થયો, ત્યારે મારી માતાએ મને ગુરુ મહારાજને સોંપી દીધો. ત્યારથી હું ક્યારેય ઘરે ગયો નથી. સંત ગીતાનંદ મહારાજે આ કથા કહી. મહારાજે તેમના માથા પર સવા લાખ રૂદ્રાક્ષ ધારણ કર્યા છે, જેનું વજન 45 કિલો છે. તેમની આ હઠયોગની તપસ્યા મહા કુંભ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાસ્કરની ટીમે તેમની તપસ્યા અને અગાઉની તપસ્યા વિશે વાત કરી. હિન્દુ ધર્મ અને વર્તમાન કુંભ વ્યવસ્થા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. માતાપિતાને 5 વર્ષથી કોઈ સંતાન ન હતું પોતાના માથા પર વિશ્વભરના તમામ પ્રકારના અઢી લાખ નાના-મોટા રૂદ્રાક્ષ ધારણ કરનાર ગીતાનંદનો જન્મ 1987માં પંજાબના કોટ કા પૂર્વ ગામમાં થયો હતો. આ જન્મ પાછળ પણ એક કથા છે. ખરેખરમાં, લગ્નના લગભગ 5 વર્ષ સુધી ગીતાનંદના માતાપિતાને કોઈ સંતાન નહોતું. આ અંગેની સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તે સમયે ગામમાં શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડાના સાધુઓ આવતા હતા. ગીતાનંદનો પરિવાર પણ ગુરુઓની કથા સાંભળવા જતો. પરિવારે એક બાબાને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી દીક્ષા લીધી. એક વર્ષ પછી, ગીતાનંદના માતા-પિતાને પ્રથમ સંતાન થયું. આ પછી બીજા સંતાન તરીકે ગીતાનંદનો જન્મ થયો. ગીતાનંદના જન્મના બે વર્ષ પછી વધુ એક બાળકનો જન્મ થયો. આશીર્વાદ આપતી વખતે ગુરુએ માતા-પિતાને કહ્યું હતું કે તમારે અમને એક બાળક આપવું પડશે. તેમના વચનને યાદ કરીને, માતાપિતાએ અઢી વર્ષના ગીતાનંદને તેમના ગુરુને સોંપી દીધા. ગુરુને બાળક આપતી વખતે તેમને દુખ થઈ રહ્યું હતું, પરંતુ તે ખરેખરમાં પણ સંતોષ હતો કે તેમની પાસે વધુ બે બાળકો છે. 12 વર્ષની વયે નિવૃત્તિ લીધી, 10મા સુધી અભ્યાસ કર્યો ગીતાનંદ કહે છે- ગુરુજી અમને ઘરેથી લઈને ચાલ્યા આવ્યા. મને કંઈપણ જ્ઞાખબર નહોતી. સંસ્કૃત પાઠશાળામાંથી અભ્યાસ શરૂ કર્યો. જ્યારે મેં બધાને પૂજા કરતા જોયા ત્યારે મને તે કરવાનું મન થયું. હું 12-13 વર્ષનો હતો ત્યારે હરિદ્વારમાં મારો સન્યાસ કાર્યક્રમ યોજાયો અને હું સન્યાસી બન્યો. જો કે, તે પછી પણ અભ્યાસ ચાલુ રહ્યો. 10 સુધી ભણ્યા પછી શાળા છોડી દીધી. ગીતાનંદ શ્રી શંભુ પંચદશનમ આવાહન અખાડાના નાગા સન્યાસી છે, પરંતુ તેઓ 12 વર્ષની ઉંમરે નાગા સાધુ બન્યા ન હતા. તે સમયે તે સન્યાસી બની ગયા. જ્યારે તે 18 વર્ષના થયા ત્યારે તેમણે નાગા બનવા સંબંધિત ધાર્મિક કાર્યક્રમ કરવાનો હતો. જ્યારે કોઈ સંત નાગા બને છે, ત્યારે તેણે સૌથી પહેલા તેના પરિવારના સભ્યોનું શ્રાદ્ધ કરવું પડે છે, પછી પોતાનું શ્રાદ્ધ. આ પછી તપસ્યા શરૂ થાય છે. આ પછી એક ગુરુ ચોક્કસ અંગની નસ ખેંચે છે. અહીંથી જ સંતો નાગા સન્યાસી બને છે. માથા પર 45 કિલો રૂદ્રાક્ષ લઈને વધુ 6 વર્ષ ચાલશે ગીતાનંદ માથા પર રૂદ્રાક્ષ ધારણ કરીને ચાલે છે. અમે પૂછ્યું કે આ કેટલા છે અને તેમનું વજન કેટલું હશે? તે તેની પાછળની કહાની જણાવે છે. કહેવાય છે કે સવા લાખ રૂદ્રાક્ષ ધારણ કરવાનો સંકલ્પ હતો. અમારા જે ભક્તો છે તે આપતા રહ્યા. હવે આ 2.25 લાખ રૂદ્રાક્ષ થઈ ગયા છે. તેનું વજન 45 કિલો થઈ ગયું છે. તેને દરરોજ 12 કલાક માથા પર રાખું છું. સવારે 5 વાગ્યે સ્નાન કર્યા પછી, આ મુગટને સંપૂર્ણ વિધિ સાથે માથા પર રાખવામાં આવે છે. સાંજે 5 વાગે મંત્રોચ્ચાર સાથે નીચે મૂકવામાં આવે છે. ગીતાનંદે પ્રયાગરાજમાં 2019ના અર્ધ કુંભમાં આ હઠયોગની તપસ્યા શરૂ કરી હતી. 12 વર્ષની તપસ્યા છે, જેમાંથી છ વર્ષ પૂર્ણ થયા છે. તે આગામી 6 વર્ષ સુધી આ રીતે 45 કિલો રૂદ્રાક્ષ પોતાના માથા પર રાખશે. અમે પૂછ્યું કે શું આ પછી પણ તે કોઈ તપસ્યા કરવાનું વિચારી રહ્યા છે? તેઓ કહે છે- આ મારી છેલ્લી તપસ્યા છે. બધું ભગવાનની કૃપાથી થાય છે. આ પછી ગીતાનંદ ગિરી પોતાની જૂની તપસ્યા વિશે જણાવે છે. અમે તેમની સાથે વર્તમાન કુંભ વિશે વાત કરી. તેઓ કહે છે- આ વર્ષે વ્યવસ્થામાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. આ વખતે લગાવવામાં આવેલા ટેન્ટની ગુણવત્તા સારી છે. અગાઉના કુંભમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી. આ વર્ષે રાશન અને પાણીની પણ વાત થઈ છે. જો કે તે હજુ સુધી મળી નથી, પરંતુ તે મળી આવે તેવી શક્યતા છે. શું હિન્દુ ધર્મ જોખમમાં છે? અમે ગીતાનંદ ગિરીને પૂછ્યું કે ઘણા લોકો કહે છે કે સનાતન ધર્મ જોખમમાં છે? આના જવાબમાં તે કહે છે- એવું કંઈ નથી. સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે આવું કોણ કહી રહ્યું છે? આવું કહેનારા મોટાભાગના લોકો નેતાઓ છે. તેઓએ પોતાનું રાજકારણ જ ચમકાવવું છે. તેમને રાડકીય રોટલા શેકવા છે માટે આ રીતે વાત કરે છે. આજે સનાતન અને હિન્દુ ધર્મ દુનિયાના દરેક ખુણે પહોંચી ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.