ભાસ્કર એક્સક્લુઝિવ:8 રાજ્યોના દોઢ લાખ લોકોને ડંકી રૂટ મારફતે લાઓસ મોકલાયા, 1 હજાર કરોડની વસૂલાત - At This Time

ભાસ્કર એક્સક્લુઝિવ:8 રાજ્યોના દોઢ લાખ લોકોને ડંકી રૂટ મારફતે લાઓસ મોકલાયા, 1 હજાર કરોડની વસૂલાત


વિદેશમાં નોકરી મેળવવા માટે ઇચ્છુક લોકોની નબળાઇનો ફાયદો ઉઠાવવા માટે ભારતમાં પણ માનવ તસ્કરી સાથે સંબંધિત એક આંતરરાષ્ટ્રીય સંગઠિત ગેંગ સક્રિય થયેલી છે. આ ગેંગનું નેટવર્ક દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ફેલાયેલું છે. દેશનાં આઠ રાજ્યોની સ્પેશિયલ તપાસ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં સામેલ રહેલા ગેંગના સભ્યો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આ ગેંગ ભારતના યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને લગભગ 6,406 કિમીના ડંકી રૂટ દ્વારા UAE, વિયેતનામ, લાઓસ અનેકમ્બોડિયા જેવા દેશોમાં મજૂરી માટે વેચે છે. ઘણા લોકોની તો હત્યા કરીને તેમનાં શરીરનાં અંગ પણ વેચી દેવામાં આવ્યાં છે. કેટલીક ગુપ્તચર એજન્સીઓને અહેવાલો મળ્યા છે કે આ ટોળકીએ એક વર્ષમાં 1.5 હજારથી વધુ લોકોને ડંટી રૂટ દ્વારા અન્ય દેશોમાં મોકલીને 1000 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે કમાણી કરી છે. ભારતથી લાઓસ સુધી માનવ તસ્કરીનો આ છે ડંકી રૂટ
માનવ તસ્કરી ટોળકીની તપાસ દરમિયાન તપાસ એજન્સીઓને તેમના 6,406 કિલોમીટર લાંબા ડંકી રૂટ વિશે જાણવા મળ્યું છે. જે લોકો પાસે માન્ય દસ્તાવેજો નથી કે યોગ્ય શૈક્ષણિક લાયકાત નથી તેઓને સૌ પ્રથમ મણિપુરમાં મોરેહ નામના સ્થળે લઈ જવામાં આવે છે. અહીંથી તેઓને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ પાર કરીને મ્યાનમારના મંડલે અથવા પીતા વે લઈ જવામાં આવે છે. ત્યાંથી તેમને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવીને થાઈલેન્ડના માયસોટ નામના સ્થળે લઈ જવામાં આવે છે. થાઈલેન્ડથીકમ્બોડિયા બોર્ડર સુધીની 757 કિમીની સફર 2 થી 3 દિવસમાં કવર કરવામાં આવે છે. થાઈલેન્ડના નકલી પાસપોર્ટ પર ચમિયન ચેકપોસ્ટ પરથી ટુરિસ્ટ વિઝા મેળવવામાં આવે છે અને પછી તેમનેકમ્બોડિયામાં દાખલ કરવામાં આવે છે.કમ્બોડિયાથી વિયેતનામ સુધીની 587 કિમીની સફર એક દિવસમાં કવર કરવામાં આવે છે. ત્યાં વિયેતનામના નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને લોકોને ટૂરિસ્ટ વિઝા પર લાઓસ મોકલવામાં આવે છે. ગુનાની પદ્ધતિ: નકલી ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થવા પર 5થી 50 લાખ રૂપિયા વસૂલાતા હતા
માનવ તસ્કરી ગેંગ સાથે જોડાયેલી કન્સલ્ટન્સી ફર્મોએ ભારતમાં ઘણી ઓફિસો ખોલી છે. જ્યાં વિદેશમાં નોકરી કરવા માંગતા યુવાનોનો સંપર્ક કરીને મોટી કંપનીઓના પ્રતિનિધિ તરીકે ઓનલાઈન ઈન્ટરવ્યૂ લે છે. જો વિદેશ જતી વ્યક્તિ ભણેલી હોય અને તમામ દસ્તાવેજો માન્ય હોય તો તે 5 થી 10 લાખ રૂપિયા લેતો હતો. તે જ સમયે, તેઓ ઓછા ભણેલા અને દસ્તાવેજ વગરના લોકો પાસેથી 5 થી 50 લાખ રૂપિયા વસૂલતા હતા. કમ્બોડિયામાં માનવ તસ્કરોના સકંજામાંથી ભાગીને મુંબઈ પહોંચેલા 2 યુવકોએ ખુલાસો કર્યો
​​​​​​​મુંબઈસ્થિત કન્સલ્ટન્સી ફર્મે ઝારખંડના હજારીબાગના રહેવાસી ઈમરાન (નામ બદલ્યું છે) અને બિહારના સિવાનમાં રહેતા રહીમ (નામ બદલ્યું છે)ને બેંગકોકમાં સેનોપેટ્રિક કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરીઓ પૂરી પાડી હતી. બંને જ્યારે બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં જે વાહન તેમને લેવા માટે આવ્યું હતું તેણે તેમને કંપનીમાં લઈ જવાને બદલે પહેલા થાઈલેન્ડ લઈ ગયા હતા. પછી બીજી કારકમ્બોડિયા લઈ ગઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.