ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાયું - At This Time

ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાયું


ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાયું.

ગુજરાતની અને ધંધુકા નગરની 136 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત, ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ માં "સ્મૃતિસેતુ" કાર્યક્રમ અંતર્ગત તા.22-12-2024 ને રવિવારના રોજ 'ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ" તેમજ રાત્રે “ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ* કરવામાં આવ્યો. જેમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, ખેડા જીલ્લા શિક્ષણાધિકારીશ્રી કલ્પેશભાઈ રાવલ, એડિશનલ કલેકટર જનરલ શ્રી વિદ્યાસાગર સાહેબ, અમદાવાદ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલભાઈ દવે, ધંધુકા તાલુકા કેળવણી મંડળના મંત્રીશ્રી દિલીપભાઈ શાહ, પ્રમુખશ્રી મીનેષભાઈ આણંદજીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં. અને અંતે કેમ્પસ-કો-ઓર્ડીનેટરશ્રી ઘનશ્યામભાઈ મુલાણીએ સૌનો અભાર વ્યક્ત કર્યો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.