રાજકોટ દ્વારા “વારસો શિક્ષણ અભિયાનનો” પ્રારંભ.
રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઇન્ટેક) ના રાજકોટ ચેપ્ટરે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસાની જાગૃતિ વધારવા માટેનું "વારસો શિક્ષણ અભિયાન" શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે વોટ્સન મ્યુઝિયમ, લેંગ લાઇબ્રેરી, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને કબા ગાંધીનો ડેલો જેવા વારસાના સ્થળોની મુલાકાત સામેલ છે, જે વિદ્યાર્થીઓને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સાયુજ્ય સાધવામાં મદદરૂપ થશે. આ અભિયાન અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, "આપણો વારસો આપણું ગૌરવ અને જવાબદારી છે. આ કાર્યક્રમ દ્વારા આપણે સ્થાનિક વારસાના મહત્વને ઉજાગર કરવું જોઈએ, જેથી યુવાનોમાં આપણા વારસા પ્રત્યે લગાવ વિકસે, જે લાંબા ગાળે વારસાની જાગૃતિ અને જાળવણી માટે સકારાત્મક પ્રભાવ લાવશે." આ અભિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત છે, જે સાંસ્કૃતિક શિક્ષણને પાઠ્યક્રમ સાથે સંકલિત કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. અને પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઈન્ડિયા શાળાઓના આદેશોને પણ પૂરક છે, જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સાથે વારસો શિક્ષણના આધુનિક ઉદાહરણ તરીકે સેવા આપે છે. વર્કશોપ અને ઇન્ટરએક્ટિવ સત્રો જે વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક અને વારસો શિક્ષણને શીખવા માટે કાર્યશીલ માર્ગો સાથે જોડી સર્જનાત્મક સ્પર્ધાઓ પર રચનાત્મક અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. તથા શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ, તાલીમ સૂત્રોનું પ્રણેતા બનશે. આ પ્રસંગે આર્કિટેક્ટ રિદ્ધિ શાહ, ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર શ્રીમતી પુર્ણિમા દત્ત, ડિરેક્ટર હેરિટેજ એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન સર્વિસિસ ડિવિઝન, ઇન્ટેક, નવી દિલ્હી, અને ડૉ.કલ્પા માનેક ઇતિહાસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ અભિયાનના અમલમાં સહકાર આપ્યો હતો. તેમણે ઇન્ટેક રાજકોટની ટીમ મનિષ પારેખ, મિતેશ જોષી, વિદાંશી ધોળારિયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાર્થ દવે, ધ્રુવિલ મકવાણા, કૌશિક જોષી, જાગૃતિ પરમાર અને જ્યોતિ સિંહને આ પહેલને જીવંત બનાવવામાં તેમની મહેનત માટે આભાર વ્યક્ત કર્યો હતો. વધુ વિગતો માટે ઇન્ટેક રાજકોટ ચેપ્ટર intachrajkot@gmail.com પર મેઈલ કરી વધુ જાણકારી મેળવી શકાશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.