અમદાવાદ શહેરમાં ગાડીઓ ના ડેસ બોડ પર લાગેલા કેમરા થી તમારો ફોટો પડી જશે ને ટ્રાફિક નિયમ ના ભંગ નો મેમો મળી જશે કેવીરીતે જાણો એટ ધીસ ટાઈમ ન્યૂઝ નો આ અહેવાલ - At This Time

અમદાવાદ શહેરમાં ગાડીઓ ના ડેસ બોડ પર લાગેલા કેમરા થી તમારો ફોટો પડી જશે ને ટ્રાફિક નિયમ ના ભંગ નો મેમો મળી જશે કેવીરીતે જાણો એટ ધીસ ટાઈમ ન્યૂઝ નો આ અહેવાલ


તા:-૦૫/૧૨/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદમાં આજથી અલગ-અલગ ૩૨ ગાડી AI કેમેરા સાથે અને ૨૮ પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે જોવા મળશે...સુ ? ટ્રાફિક ના નિયમ સિવાય દારૂ જુગાર જેવી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ના ફોટો ઓટોમેટિક પડશે કે મોટા ભાગ ના નિયમ ભંગ મોંઘીદાટ ગાડીઓ અને બાઈક ચાલકો દ્વારા થતા હોય છે તેવો છટકી જાય ને બાઈક ચાલકો અને બારગામ ના પારસિંગ વાહનચાલકો આ નિયમ નો ભોગ બને છે સુ આ ખરેખર યોગ્ય છે

પેહલા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ના ભંગ બદલ ઇ.મેમો ચાલુ કર્યું પછી કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ના નામે રોડ પર પાન મસાલા ખાઈ ને પિચકારીઓ મળતા અટકાવવા કેમેરા લગાવ્યા ને હવે ફરી ટ્રાફિક ના નિયમ ના કડકાઈ થી પાલન કરે તે હેતુથી અમદાવાદ શહેરમાં ૩૨ ગાડીઓ પર ડેસ કેમેરા અને એ પણ પાછા AI ફેસેલિટી વાળા કેમેરા ગાડીઓ પર લાગવ્યા સુ ?આટલો ખર્ચો કરવાથી લોકો ટ્રાફિક ના નિયમ નું નિયમિત પાલન કરશે ખરા??? તે જોવા નું રહ્યું

આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે.હેલ્મેટ, ત્રણ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે હવે પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે.

મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે.

AIએ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે કાર્યરત હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે.
આ કેમેરામાં જે પણ વાહનચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહનચલાવતા અને ત્રણ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે, તે ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ? તે વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે.
દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહનચાલકને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે.
પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટશે
સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ ભંગ બદલ દંડવામાં આવી રહ્યા હોય છે, ત્યારે અનેક વખત પોલીસ સાથે લોકો બોલાચાલી કરતા હોય છે. પોલીસ પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હોય છે. ત્યારે હવે AI બેઝડ કેમેરાથી મેમો મળશે, ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે. પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે.

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image