શ્રાવણના સોમવારે શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભારે મેદની - At This Time

શ્રાવણના સોમવારે શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભારે મેદની


ભુજ,સોમવારપવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે કચ્છના શિવ મંદિરોમાં વિવિાધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજન, મહાઆરતી, રૃદ્રી પાઠ, સમૂહ મહિમ્ન પઠન દિપમાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શિવાલયો હર હર મહાદેવના નાદાથી ગૂંજી ઉઠયા હતા.ભુજ શહેરના ઉપલીપાળ રોડ સિૃથત આવેલા હાટકેશ્વર મંદિર વહેલી સવારે આરતી, દિપમાળા, રૃદ્રીપાઠ યોજાયા હતા. સાંજે મહાઆરતી અને સમૂહ મહિમ્ન પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા. સાંજે શિવલીંગનો શણગાર કરાયો હતો. ધીંગેશ્વર મંદિરે સવારે આરતી, પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારાથી ભાવિકોની ભીડ ઉમટી હતી. ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો. શિવલીંગને અને મંદિરને શણગારવામા આવ્યા હતા. ઉપરાંત સોમનાથ મહાદેવ, કલ્યાણેશ્વર મંદિર, બીલેશ્વર, બિહારીલાલ, રામેશ્વર, સહિતના શિવાલયોમાં વહેલી સવારાથી ભક્તોની ભીડ જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.