રાયબરેલી જતા સમયે રાહુલે હનુમાનજીના મંદિરે દર્શન કર્યા:મતદાન વખતે પણ અહીં પૂજા કરી હતી; સાંસદ તરીકે ચૂંટાયા બાદ ત્રીજી મુલાકાત
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લખનૌ પહોંચી ગયા છે. તેઓ એરપોર્ટથી રોડ માર્ગે રાયબરેલી જવા રવાના થયા છે. લોકસભા ચૂંટણી બાદ રાહુલની તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની આ ત્રીજી અને યુપીની પાંચમી મુલાકાત છે. તેઓ રાયબરેલીમાં શહીદ ચોકના ઉદ્ઘાટન સહિત અનેક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્મા પણ તેમની સાથે રહેશે. મહારાષ્ટ્ર-ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને વાયનાડ લોકસભા સીટ પરની પેટાચૂંટણી વચ્ચે રાહુલના અચાનક યુપી પ્રવાસને લઈને અનેક રાજકીય અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, 'રાહુલ રાયબરેલીમાં જિલ્લા સમિતિની બેઠકમાં ભાગ લેશે.' દેશના વડાપ્રધાન અને વિપક્ષના નેતા બંને યુપીથી છે. વારાણસીથી ચૂંટણી જીત્યા બાદ મોદી બે વખત પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત લઈ ચૂક્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.