દાંડી રોડ પર ટ્રેઇલર ચાલકે બ્રેક મારતા પાછળ કાર અથડાઇ : ચાલકનું મોત
- સરથાણા
રોડ પર કારે ટક્કર મારતા બાઇક ચાલકનું મોતસુરત :દાંડી
ફાટક રોડ પર શનિવારે મોડી રાતે ટ્રેઇલર ચાલકે અચાનક બ્રેક મારતા કાર ટ્રેઇલરમાં
અથડાતા યુવાનનું મોત થયુ હતુ. બીજા બનાવમાં સરથાણા રોડ પર બાઇકને અજાણ્યા કાર
ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતુ. નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર કેનાલ રોડ સ્થિત શ્રીસાંઈ બંગ્લોઝમાં રહેતો ૨૫
વર્ષનો પાર્થ માનસિંહ બારીયા રીંગરોડ વિસ્તારની ઓફિસમાં ફાયનાન્સનો ધંધો કરતો હતો.
શનિવારે રાત્રે પાર્થ તેની કાર લઈ કામ અર્થે નીકળ્યો હતો. તે સમયે દાંડી ફાટક રોડ
શિવમ હોટલ નજીક અચાનક ટ્રેઇલર ચાલકે બ્રેક મારતા તેની કાર ટ્રેઇલર સાથે અથડાઇ હતી.
જેમાં પાર્થને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને લોકો દોડી આવ્યા
હતા. ફાયર બિગ્રેડને અને પોલીસને પણ જાણ થતા દોડી ગયા હતા. પાર્થ કારના આગળના
ભાગમાં ફસાઈ ગયો હતો. ફાયર જવાનો ત્યાં પહોંચે તે પહેલા પોલીસ અને સ્થાનિક લોકોએ
તેને બહાર કાઢી સારવાર માટે ૧૦૮માં નવી સિવિલમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના ડોકટરે
તેને મૃત જાહેર કર્યો હતો.
બીજા
બનાવમાં કામરેજ ખાતે સત્યમનગરમાં રહેતો ૨૬ વર્,નો વિપુલ શિવાભાઇ ચાવડા રવિવારે સવારે બાઇક
પર સરથાણા ખાતે હાર્ડવેરની દુકાનમાં નોકરી જવા નીકળ્યો હતો. તે સમયે સરથાણાના વાલક
પાટીયા રોડ પર અજાણ્યા કારે તેની બાઇકને ટક્કર મારી હતી. જેમાં વિપુલને ગંભીર ઇજા
થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર
કર્યો હતો. તે મુળ ભાવનગરના વરતેજના વતની હતો. તેના બે ભાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.