રીક્ષામાં ભુલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

રીક્ષામાં ભુલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૨૧/૦૬/૨૦૨૪ના સાંજના ક.૧૬/૫૦ થી ક.૧૭/૧૦ વાગ્યાના અરસામાં અરજદાર તાલુકા સેવા સદન બોટાદથી રીક્ષામાં બેસી પાંજરાપોળ રોડ ખાતે ઉતરતા પોતાની કિંમત રૂપિયા ૮,૦૦૦/-ની સાડીની બેગ રીક્ષામાં ભુલી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-27-V-6392 મેળવી ટેકનિકલ એનાલિસિસથી તા.૨૬/૦૬/૨૦૨૪ ના ક.૧૩/૧૫ વાગ્યે રીક્ષા ચાલકની શોધ કરી અરજદારને બેગ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, અરજદારને પોતાનું સાડીઓ વાળુ બેગ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.