દામનગર ગાયત્રી મંદિરે આગામી ઉજવણી અંગે અમરેલી ગાયત્રી પરિવાર સંગઠન અગ્રણી ઓની બેઠક યોજાઇ
દામનગર ગાયત્રી મંદિરે આગામી ઉજવણી અંગે અમરેલી ગાયત્રી પરિવાર સંગઠન અગ્રણી ઓની બેઠક યોજાઇ
દામનગર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા આજરોજ લાઠી તાલુકા દામનગર ગાયત્રી પરિવાર ની મીટીંગ નું આયોજન દામનગર ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના આરાધ્ય ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા ૧૯૨૬ માં અખંડ દીપક ની સ્થાપના કરેલી તે દીપકને વર્ષ ૨૦૨૬ માં ૧૦૦ વર્ષ પુરા થશે.જે અંતર્ગત શાંતિ કુંજ હરિદ્વાર થી જ્યોતિ કલશ યાત્રા નું પ્રસ્થાન કર્યું છે જે કલશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ચાલશે. સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ના ઉદ્દેશ્ય સાથે માનવમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ નું અવતરણ થાય એવા આશય સાથે ચાલનારી યાત્રા ના આયોજન - માર્ગદર્શન માટે ચર્ચા કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં ગાયત્રી મહામંત્ર જ વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. સમગ્ર પર્યાવરણ શુધ્ધિ માટે ગાયત્રી મહાયજ્ઞ જ એકમાત્ર ઉપાય છે. આ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ગાયત્રી પરિવાર સંગઠન એક જૂથ બની કાર્ય કરી રહેલ છે. ગાયત્રી પરિવાર ના આરાધ્ય દેવી માતા ભગવતી દેવી ની જન્મ શતાબ્દી પણ યોગાનુયોગ ૨૦૨૬ માં ઉજવવામાં આવશે આ સંદર્ભે દેવ પરિવાર સંગઠન હેતુ મળેલી મીટીંગ માં અમરેલી જિલ્લા સંયોજક અતુલભાઈ પંડ્યા, બીપીનભાઈ ભરાડ, ભાસ્કરભાઈ તળાવિયા, રશ્મિન ભાઈ વ્યાસ, શિતલબેન મહેતા, પંકજભાઈ રાજ્ય ગુરુ, વિજયભાઈ પંડ્યા, હરેશભાઈ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા પક્ષી માટે પાણી ના કુંડા અને ચકલી ના માળા ઉપસ્થિત દરેક ભાઈ બહેન ને આપવા માં આવેલ. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ની શાળા ઓને સાહિત્ય આપવા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રી ભરતભાઈ ભટ્ટ રમેશભાઈ જોષી દેવેન્દ્રભાઈ આચાર્ય જીતુભાઇ બલર તુષારભાઈ પાઠક બાદલભાઈ ભટ્ટ મનસુખભાઈ નારોલા નંદીશાળા જ્યંતીભાઈ નારોલા માધવ સ્ટીલ દીપકભાઈ રાવળ ધીરૂભાઇ રાજપૂત ભગત નારસિંગભાઈ તાજપર ભુપતગિરીબાપુ કિશોરભાઈ લાઠીગરા મહેશભાઈ પંડયા શલેશભાઈ ભટ્ટ અને ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ બહેન એ સહયોગ આપેલ હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.