ધંધુકા શહેરમાં લાઈટના ધાંધિયા
ધંધુકા શહેરમાં લાઈટના ધાંધિયા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં અવારનવાર લાઇટ બંધ થઇ જતી હોવાના બનાવો બની રહ્યા છે. જે અંગે ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આજદીન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી. તો આ ત્રાસમાંથી ધંધુકા શહેરમાં કયારે છુટકારો મળશે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
ધંધુકા શહેરમાં જીઇબી તંત્ર દ્વારા નવા વીજ થાંભલાઓ નાખવામાં આવ્યા છે. હાલમાં ચોમાસું ચાલુ થઈ રહ્યું છે. ત્યારે હજુ તો માત્ર થોડો જ છાંટા થયા છે ત્યારે આ થાંભલાઓ જમીન દોસ્ત થઇ જતા હોય છે જેના લીધે આ ધંધુકા શહેરમાં વીજપ્રવાહ બંધ થઇ જાય છે તેમજ આ ધંધુકા શહેરના લોકોએ જણાવ્યું હતું કે હાલમાં ચોમાસું ચાલુ થઈ રહ્યું છે અને વરસાદ વરસતો નથી ત્યારે વાતાવરણમાં ગરમી અને બાફના લીધે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે જીઇબી તંત્રની બેદરકારીના લીધે વારંવાર લોકોને લાઇટ ન મળતી હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે. માટે જો તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલા લઇ વીજળી પુરવઠો લોકોને નિયમિત મળી રહે તેવા પગલા લેવામાં આવે તેવું આ ધંધુકા શહેરના તમામ રહીશો ઇચ્છી રહ્યા છે.
ધંધુકા અને સમસ્યા એકબીજા ના પૂરક બની ગયા છે. કોઇપણ સમસ્યા ધંધુકા શહેરમાં હોય જ. પછી તે રસ્તાની હોય, ડહોળા પાણીની હોય, કે વહીવટીતંત્રની હોય, ધંધુકા ની પ્રજાએ હંમેશા ભોગવવાનું જ આવ્યું છે. આકાશમાં કાળા ઘટાટોપ વાદળોમાંથી બિલકુલ વરસાદ પડતો નહીં અને પરસેવો, સહૃય બાફ, ગરમીથી આમ આદમી પરેશાન થઇ ગયો છે. ત્યારે ભૂલેચૂકે વરસેલા પાંચ છાંટા વરસાદથી વીજળી તુરંત જ ગુલ થઇ જાય છે. છાશવારે દરોડા પાડી ભારતની સરહદ પર આપણા સૈનિકો જે બહાદૂરી પાકિસ્તાન સામે બતાવે છે તેવી બહાદૂરી ભોળી પ્રજા ઉપર બતાવી રોફ મારતા જીઇબી અધિકારીઓને અવિરત સેવા ચાલુ રહે તે માટે કેમ પ્રયત્ન નહી કરતા હોય? જ્યારે અહીંયા પૂરતો ચાર્જ વસૂલ કરીને પણ અવિરત વીજળી આપવામાં આવતી નથી. તંત્ર દ્વારા કયારે જાગશે ?
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.