મનપાએ 99 વેપારીઓ પાસેથી 6.89 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું, સિવિક સેન્ટરમાં અરજદારોની લાઈનો લાગી
રાજકોટના ત્રણેય ઝોનમાંથી કુલ 99 વેપારીઓ પાસેથી 6.89 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 25,550 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝૂંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 42 વેપારી પાસેથી 2.56 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 9,150નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 37 વેપારીઓ પાસેથી 3.68 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 10,600 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
તેમજ વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 37 વેપારીઓ પાસેથી 3.68 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 10,600 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝૂંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 20 આસામી પાસેથી 0.65 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 5,800 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.