ઓમર અબ્દુલ્લાએ કહ્યું- સરકાર બનશે તો કલમ 370 લાગુ કરીશું:પાકિસ્તાન સાથે વાતચીત કરાશે; પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, ભાજપે તેને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો - At This Time

ઓમર અબ્દુલ્લાએ કહ્યું- સરકાર બનશે તો કલમ 370 લાગુ કરીશું:પાકિસ્તાન સાથે વાતચીત કરાશે; પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, ભાજપે તેને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો


​​​​​જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (JKNC)ના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A ફરી લાગુ કરીશું. નેશનલ કોન્ફરન્સે પોતાના મેનિફેસ્ટોમાં 12 ગેરંટી આપી છે. આમાં જમ્મુ અને કાશ્મીરનું રાજ્યનો દરજ્જો અને વર્ષ 2000માં તત્કાલીન એસેમ્બલી દ્વારા પસાર કરાયેલ સ્વાયત્તતાના ઠરાવનો અમલ સામેલ છે. આ ઉપરાંત PSA દુર કરવા અને રાજકીય કેદીઓને મુક્ત કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. ભાજપે મેનિફેસ્ટોને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા ઓમરે કહ્યું કે જો તેઓ સરકારમાં આવશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું કે આપણે મિત્રો બદલી શકીએ છીએ પરંતુ પડોશી નહીં.​​​​​​​ નેશનલ કોન્ફરન્સના મુખ્ય વચનો ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું- પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી ​​​​​આ પહેલા મે મહિનામાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. ફારુકે રાજનાથ સિંહના 'POKને ભારતમાં ભેળવી દેવામાં આવશે'ના નિવેદન પર ટિપ્પણી કરી હતી. ફારુકે કહ્યું હતું કે 'પાકિસ્તાન બંગડીઓ નથી​​​​​​​ પહેરી અને તેમની પાસે પણ પરમાણુ બોમ્બ પણ છે જે આપણા પર વરસાવશે.' જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત, ત્રણ તબક્કામાં મતદાન થશે ​​​​​​​ ચૂંટણી પંચે 16 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 46 છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન 20 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.