ગૌ-પાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન. - At This Time

ગૌ-પાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન.


ગૌ-પાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન.

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આત્મીય સંકુલમાં ગૌ-પાષ્ટમી દિવસે ગાય પૂજનનો કાર્યક્રમ ગૌશાળાની અંદર રાખેલ હતો. સાથે મળીને ગાયને ચાંદલા કરી ગાયની પૂજા કરીને ગાયનું સમાજમા મહત્વ સમજાવી ઉજવણી કરેલ હતી.
આત્મીય સંકુલના પરમ પૂજ્યશ્રી ત્યાગવલ્લભ સ્વામીજી એ ગૌપાષ્ટમીના દિવસે સાચા અર્થમાં સંપૂર્ણ પ્રકૃતિ એટલે કે પંચમહા ભૂતના સાચા દાતા એટલે ગૌમાતા જેની ભાવવેદના કરીને આપણા દરેક પરિવાર સંપૂર્ણ નીરોગી રાખવામાં ખુબ મહત્વનું પાસુ છે. તો વધુમાં વધુ ગાયોની માવજત કરીએ અને ગૌધનને સાચવવાથી જમીન ખુબ ફળદ્રુપ બને છે. જેનાથી વરસાદ નું પ્રમાણ વધે તો પણ જાજા ભાગનું પાણી જમીનમાં ઉતરે છે. તો વરસદી શુધ્ધ પાણીનું ગૌધન અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં ગાય અને વરસાદી પાણીનું જતન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે તે બિરદાવા લાયક છે. તો સમાજના આગેવાન અને દાતા શ્રીઓ એ આ કાર્ય ને વેગ આપવા જોડાવું જોઈએ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાએ ભારતીય સંસ્કૃતિની અંદર ગાયનું મહત્વ તેમજ આજનો દિવસ એટલે કારતક સુદ આઠમના આ દિવસની ઉજવણી વિશેની તેમજ સાયન્સ, આર્થિક, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક રીતે ગાયનો મહત્વ સમજાવ્યું હતું.કારતક સુદ આઠમના દિવસે કૃષ્ણ ભગવાને ગાયો ચરાવવા જવાની શરૂઆત કરેલ હતી, ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને ગાયના પૂજન કરીને ઉજવવામાં આવે છે આ કાર્યક્રમની અંદર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, દિલીપભાઈ વધાસીયા, મહેશભાઈ સેગલિયા, દિનેશભાઈ પરમાર, ધનજીભાઇ ગમઠા, રતિભાઈ ઠુંમર, પ્રદીપભાઈ મુંગલપરા, પરેશભાઈ જોશી, હિતભાઈ સખીયા, હસમુખભાઈ ચૌહાણ, કમલેશભાઈ, માનસી ધાડીયા, પંકજભાઈ, મયુરભાઈ દેસાઈ, પ્રદીપભાઈ કુંગેરા, ભરતભાઈ ભુવા, વિપુલાબેન સખીયા, ધારાબેન મુંગલપરા, માનસી રજપૂત, કંચનબેન, પુષ્પાબેન રજપૂત, લક્ષ્મીબેન રતિભાઈ, માહાબેન તેમજ બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.