સ્વતંત્રતા દિવસની ઉજવણી, ઓલિમ્પિક ખેલાડીઓ બન્યાં અતિથિ:વાયુસેનાના હેલિકોપ્ટરે લાલ કિલ્લા પરથી ફૂલોની વર્ષા કરી; સેલિબ્રેશનના PHOTO'S - At This Time

સ્વતંત્રતા દિવસની ઉજવણી, ઓલિમ્પિક ખેલાડીઓ બન્યાં અતિથિ:વાયુસેનાના હેલિકોપ્ટરે લાલ કિલ્લા પરથી ફૂલોની વર્ષા કરી; સેલિબ્રેશનના PHOTO’S


દેશના 78મા સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમનું દિલ્હીના લાલ કિલ્લા સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ સંપન્ન થયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ બનેલા ખેલાડીઓ આ સમારોહમાં અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા 6 હજારથી વધુ વિશેષ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આદિવાસીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ કુર્તા-પાયજામા અને રાજસ્થાનની લહરિયા પાઘડી સાથે વાદળી રંગનું નેહરુ જેકેટ પહેરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સફેદ કુર્તા પાયજામા પહેરીને સ્થળ પર જોવા મળ્યા હતા. જુઓ 78મા સ્વતંત્રતા દિવસની ટોચની તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image