ડુંગરપુર ખાતે મહંત હરીહરાનંદ બાપુના જન્મદિવસ નિમિતે એટ ધીસ ટાઇમ દ્વારા લખાયેલ પ્રમુખ પ્રેરણા પુસ્તક ભેટ આપવામાં આવ્યું - At This Time

ડુંગરપુર ખાતે મહંત હરીહરાનંદ બાપુના જન્મદિવસ નિમિતે એટ ધીસ ટાઇમ દ્વારા લખાયેલ પ્રમુખ પ્રેરણા પુસ્તક ભેટ આપવામાં આવ્યું


ડુંગરપુર ખાતે મહંત હરીહરાનંદ બાપુના જન્મદિવસ નિમિતે એટ ધીસ ટાઇમ દ્વારા લખાયેલ પ્રમુખ પ્રેરણા પુસ્તક ભેટ આપવામાં આવ્યું

જસદણમાં ડુંગરપુર ખાતે ડુંગરપુર હનુમાનજી મંદિરના મહંત હરિહરાનંદ ગીરી બાપુના જન્મ દિવસ નિમિતે જસદણના ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ, પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી, લોક સેવક નરેશભાઈ ચોહલીયા, અને એટ ધીસ ટાઇમના બ્રાન્ચ મેનેજર હર્ષદભાઈ ચૌહાણ, પત્રકાર વિજયભાઈ ચૌહાણે રૂબરૂ જઈ બાપુને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. અને ડુંગરપુર હનુમાનજીના દર્શન કરી, આરતીનો લાભ લીધો હતો. આ તકે ઉદ્યોગપતિ અને ભારતિય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ દ્વારા બાપુને ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી અને હર્ષદભાઈ ચૌહાણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના ૧૦૦ પ્રેરણાત્મક પ્રસંગોનું પ્રમુખ પ્રેરણા પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. તેમજ ડુંગરપુર હનુમાનજી જગ્યાના મહંત હરિહરાનંદબાપુએ જન્મ દિવસની ઉજવણી ઉત્સવને રૂપાંતરિત કરી વૃક્ષારોપણની ઉજવણીને વધુ મહત્વ આપવામા આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જસદણમાં ઇતિહાસમાં પહેલી વાર નક્ષત્રવન ઉભુ કરવામાં આવશે. અને રશીઓ પ્રમાણે વૃક્ષોવાવી આ નક્ષત્રવન બનાવવમાં આવશે, વધુમાં બાપુએ વૃક્ષો ઉપર ભાર મુકતા જણાવ્યું હતુ કે લોકોને નડતર પ્રશ્નમાં જ્યારે દાણા નાખવામાં આવે છે, પિતૃકાર્ય કરવામાં આવે છે , યજ્ઞો કરવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે તેવી જ રીતે લોકો પોતાના પટાંગણમાં પોતાની રાશિ પ્રમાણે વૃક્ષોવાવી સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. અને જીવનમા શાંતિની અનુભૂતિ કરી શકાય છે. જેવી અનેક લોક ઉપયોગી બાબતો અંગે બાપુએ ભક્તો સાથે ચર્ચા કરી હતી.

રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
ફોટોગ્રાફર : વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.