સિવિલ કોર્ટ વિછીયા ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયેલું
વિછીયા સિવિલ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટ, વિંછીયા ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિ, વિછીયાના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સીવીલ જજ, કૃતેશકુમાર એન. જોશી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વકીલ સંજયભાઈ એન. રામાનુજ, ડી.એચ.બોખા, બી.આર.રાઠોડ, હિરેનભાઈ પરમાર, એચ.આર.કુરેશી તથા સિવિલ કોર્ટના તમામ સ્ટાફ મિત્રો અને સી.એમ.નાકીયા, સતીષભાઈ , પ્રકાશભાઈ તથા પી.જી.વી.સી.એલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પક્ષકારોની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. તાલુકા કાનૂની સેવા સમિતિ વિછીયાના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સીવીલ જજ, કૃતેશકુમાર એન. જોશી દ્વારા લોક અદાલતનું મહત્વ વિશે જણાવવામાં આવેલ. સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં કોર્ટ ના ૭૮ કેસો તથા પ્રિ-લીટીગેશનના ૭૮ કેસો મળી કુલ ૧૫૬ કેસોનો નિકાલ થયેલ તથા પી.જી.વી.સી.એલ અને બેંકોના પ્રિલીટીગેશનના કેસોમાં કુલ ૧૫,૬૧,૪૭૬ જેટલી રકમ એક જ દિવસમાં રિકવર થયેલ તથા સ્પેશિયલ સીટીંગમાં ૧૪,૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ. આમ, કુલ મળી રૂપિયા ૧૫,૭૫,૬૭૬ /- જેટલી રકમ બેંક, પી.જી.વી.સી.એલ. તથા સરકારશ્રીને પ્રાપ્ત થયેલ. આ લોક અદાલતનો બહોળી સંખ્યામાં પક્ષકારો એ લાભ લીધેલ.જે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.