વેરાવળ ઇન્ડિયન રેયોન ટ્રસ્ટ દ્રારા ૬૫ ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરાઇ - At This Time

વેરાવળ ઇન્ડિયન રેયોન ટ્રસ્ટ દ્રારા ૬૫ ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરાઇ


વેરાવળ ઇન્ડિયન રેયોન ટ્રસ્ટ દ્રારા ૬૫ ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરાઇ
----------
ટી.બી.મુક્ત અભિયાન અંતર્ગત દર્દીઓને માહિતગાર કરાયા
----------
ગીર સોમનાથ તા.૨૬: ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વેરાવળ ઇન્ડિયન રેયોન ટ્રસ્ટ દ્વારા ૬૫ ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, ઇન્ડિયન રેયોન ટ્રસ્ટ દ્વારા ૬૫ ટી.બી.ના દર્દીને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં દરેક દર્દીને ક્લીનિકલ ચેકઅપમાં બીપી, વજન, ફીવર ચેકઅપ તેમજ દર્દીને ન્યુટ્રીશન કીટ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ટી.બી.ના લક્ષણો અને ટી.બી. પોષણ યોજના અંગે સમજૂતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ટી.બી.ની સારવારમાં સફળતા મેળવવા દવાના ફુલ કોર્સ સાથે પોષણ ચાવીરૂપ છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવા માટે યથાશક્તિ યોગદાન માટે આગળ આવે.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.