મ્યુ. કમિશનરે કહ્યું- યાજ્ઞિક રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરાવવા ટેમ્પરરી સીલ ખોલાયું
રાજકોટમાં વેપારીઓ અને શાળા સંચાલકો સાથે સીલ ઝુંબશનો ઉગ્ર વિરોધ કરી સીલ ખોલાવવા માટે ઉપરાણા લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવની ખુદની યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઈમારતને ગત તા. 16 જુલાઇ આસપાસ સીલ મારી દેવામાં આવ્યું હતુ. જોકે, હવે તે સિલ ખોલી દેવામા આવ્યુ છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાં પ્રમાણે, બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે ઉપરાંત ફાયર એનઓસી લેવા માટે ટેમ્પરરી જગ્યા ખોલવામાં આવી છે. આ મુદ્દત બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટેની છે જે થઈ ગયા બાદ જ આ બિલ્ડિંગ કાયમી પણે ખોલવા માટેની મંજૂરી આપવામાં આવશે. છેલ્લા અઢી માસમાં આ રીતે 600 જેટલી મિલકતના સીલ ખોલવામાં આવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.