કિસાન સંઘે ધનસુરા મામલતદારને આવેદપત્ર આપ્યું ધનસુરા તાલુકા માં વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયેલ ખેતરો ઉપર જઈ રૂબરૂ સર્વે કરવા કિસાન સંઘ ની માંગ - At This Time

કિસાન સંઘે ધનસુરા મામલતદારને આવેદપત્ર આપ્યું ધનસુરા તાલુકા માં વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયેલ ખેતરો ઉપર જઈ રૂબરૂ સર્વે કરવા કિસાન સંઘ ની માંગ


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકો માં તમામ ગામડાઓમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે ખેતીવાડીમાં ઉભા પાકમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે તેનો સર્વે માટે સરકારશ્રીના આદેશ છે મગફળીના પાકને નુકસાન હોવા છતાં અધિકારીઓ દ્વારા તેનું સર્વે કરતા નથી ખાસ કરીને કોઈ પણ ખેતીવાડી નિષ્ણાત અધિકારીને કે વૈજ્ઞાનિક ને પૂછવામાં આવે કે મગફળીના ઉભા પાક ડોડવા જમીન માંથી બહાર નીકળી જાય એ ફરીથી જમીનમાં બેસે ખરા તેનું ઉત્પાદન આવે નહીં તો આ થયેલું નુકસાન હોવા છતાં તેનું નુકસાન ગણવામાં આવતું નથી મગફળી દોડવા બહાર નીકળી ગયા છે એટલે મગફળી લીલી દેખાશે પરંતુ ઉત્પાદન આવશે નહીં તેવી જ રીતે શાકભાજીમાં ખૂબ નુકસાન થયેલ છે કપાસ ની અંદર નુકસાન થયેલ છે તુવેરના પાક બિલકુલ સાફ થઈ ગયેલ છે અને એરંડા નું બે વખત વાવેતર કરવામાં આવ્યું પરંતુ બળી ગયા કઠોળ પાક માં પણ નુકસાન થયું છે આ પ્રકારનું આખા ધનસુરા તાલુકા માં નુકસાન થયેલું છે તેના માટે સર્વે કરવું જરૂરી છે અને તે અમારી માંગણી છે અને તેનો અમલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે‌ તો ખેતર ઉપર રુબરુ મુલાકાત લઈ સવૅ કરવામાં આવે તેવી કિસાન સંઘ ની માંગણી માગણી છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.