જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની 'વેસ્ટ માંથી બેસ્ટ' કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ નૉમીનેટ થતા સમગ્ર સાબરકાંઠા ગૌરવાન્વિત. - At This Time

જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની ‘વેસ્ટ માંથી બેસ્ટ’ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ નૉમીનેટ થતા સમગ્ર સાબરકાંઠા ગૌરવાન્વિત.


જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની 'વેસ્ટ માંથી બેસ્ટ' કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ નૉમીનેટ થતા સમગ્ર સાબરકાંઠા ગૌરવાન્વિત.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા શ્રી સોસાયનગર વિકાસ મંડળે અભિનંદન પાઠવ્યા.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થનાર શાળાઓની યાદી બહાર પાડવામાં આવી.

સમગ્ર રાજ્યની ૩૩૦૦૦થી વધુ શાળાઓમાંથી પસંદગી પામી હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય રાષ્ટ્રીય નોમિનેશન માટે પસંદગી પામેલ શાળાઓની યાદીમાં આવતાં સમગ્ર સાબરકાંઠામાં આનંદની લહેર છવાઈ ગઈ છે. જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર દ્વારા પ્રસિધ્ધિ યાદીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નોડલ, તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાએ પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થતા, સાબરકાંઠા જિલ્લાની વર્ષ ૨૦૨૦-૨૧ ની શ્રેષ્ઠ શાળા, જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગરે સ્થાન મેળવી સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

વિભાગ-૧ આરોગ્યમાં 'વેસ્ટ માંથી બેસ્ટ' કૃતિ રાષ્ટ્રીય કક્ષા નોમિનેશન માટે પસંદગી પામતા આગામી દિવસોમાં ૫૧મા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેવાની શક્યતાઓ પ્રબળ બની છે. રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થયેલ આ કૃતિના માર્ગદર્શક ભીખાભાઈ જી. આચાર્ય, કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓ ચંપાવત પ્રજ્વિનસિંહ અજય સિંહ તથા મહેતા શ્રેય નિતેશકુમારને જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ સી.સી.શેઠ, મંત્રી મધુકર ખમાર, સમગ્ર સંચાલક મંડળ,શાળાના આચાર્ય પી.ડી. દેસાઈ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.