રાજકોટમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે સગાઈ કરતા ધો.12ની વિદ્યાર્થીની આપઘાત કરવા પુલ પર ચડી, 181ની ટીમે કાઉન્સિલિંગ કરી બચાવી
રાજકોટમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ધો.12ની વિદ્યાર્થીની આપઘાત કરવા પહોંચી હતી. જોકે સ્થળ પર તાત્કાલિક 181 મહિલા અભયમની ટીમ પહોંચી જતા તેને બચાવી લેવામાં આવી હતી. આ વિદ્યાર્થિની બેડી ચોકડી પાસે આવેલા પુલ ઉપર પહોંચી હતી અને 40 ફૂટની ઊંચાઈએથી પડતું મુકવા વિચાર કરી રહી હતી એ સમયે જ 181ની ટીમ પહોંચી જતા સગીરાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો જે બાદ તેનું કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.