ધંધુકા રેલ્વે સ્ટેશન પાસેથી તાજી જન્મેલી મળેલી બાળકીને તેની માતાને ધંધુકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી
ધંધુકા રેલ્વે સ્ટેશન પાસેથી તાજી જન્મેલી મળેલી બાળકીને તેની માતાને ધંધુકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ધંધુકા રેલ્વે સ્ટેશન પાસેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા સેવા ભાવી મુકેશભાઈ કોરડીયા વ્યક્તિએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરતાં ધંધુકા ૧૦૮ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
જ્યાં આ ત્યજી દેવાયેલી બાળકી સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં તેની માતાને લીંબડી ખાતેથી ધંધુકા પોલીસ દ્વારા શોધી લાવી હતી.
રાણીબેન વિનેશભાઇ ડોડીયા ઉ .વ ૩૪ રહેવાશી ધરા મધ્યપ્રદેશ હાલ પાણીની ટાંકી પાસે લીંબડી ને ગત રોજ ધંધુકાના ગલસાણા ગામ ખાતે મજૂરી અર્થે આવેલ હતા તે સમયે અચાનક પ્રસૂતિ પીડા ઉપાડતાં તેમણે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક બાળકીનો જન્મ થતાં બાળકીને લઈને ઘર તરફ જતાં તે બાળકીને ધંધુકા રેલ્વે સ્ટેશન પાસે મૂકી જતાં રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ તેમજ ધંધુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ને ધંધુકા પોલીસના પીઆઇના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બાળકીને તેની માતા સાથે મિલાપ કરાવી આપ્યો હતો જેમાં ધંધુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અનિરુદ્ધસિંહ પરાણીયા, પીસી કમલેશભાઈ, ડબલ્યું પી સી ગાયત્રીબેન વગેરે દ્વારા ગણતરીના કલાકોમાં જ માતા સાથે મિલાપ કરાવી ખૂબ સરહનીય કામગીરી ધનતેરસના દિવસ કરવામાં આવી હતી.
રિપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.