મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે પ્રતિક ઉપવાસ. - At This Time

મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે પ્રતિક ઉપવાસ.


મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે પ્રતિક ઉપવાસઆઝાદીના 76 વર્ષ પછી પણ અમરેલીના જિલ્લા મથક અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઈન ન હોવાને કારણે વિકાસથી સંપૂર્ણ વંચિત અને આજ સુધી પછાત રહેલા શહેરને તાત્કાલિક બ્રોડગેજ લાઈન મળે અને લાંબા અંતરની ટ્રેનો મળે જેથી અમરેલીની જનતાને ભારતના અગ્રગણ્ય ધાર્મિક શહેરો તેમજ મહાનગરો સાથે સીધું જોડાણ થવાથી અમરેલીનો પ્રવાસન સ્થળ તરીકે અને ધંધા ઉદ્યોગ ક્ષેત્રે પણ વિકાસ થશે એ ચોક્કસ વાત છે એટલે બ્રોડગેજ એ અમરેલીનો પ્રાણ પ્રશ્ન છે જેના માટે..
મિશન બ્રોડગેજ સમિતિ અમરેલી દ્વારા તા.2 ઓક્ટોબર 2023 ને સોમવાર મહાત્મા ગાંધી જયંતિનિમિત્તે સવારે 09 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધી અમરેલીને તાત્કાલિક બ્રોડગેજ રેલવે લાઈન મળે તે માટે ડૉ. જીવરાજ મહેતા (રાજકમલ) ચોક માં એક દિવસના પ્રતિક ધરણાં (ઉપવાસ) કરવામાં આવશે
અમરેલી માંગે બ્રોડગેજ અંતર્ગત પ્રતિક ઉપવાસમાં જોડાવા માંગતા નાગરિકોને સવારે 08:30 કલાકે, ગાંધીબાગ ખાતે ગાંધી વંદના માટે ખાસ ઉપસ્થિત રહેવા મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા જણાવાયું છે,
ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં માટે આવનારે સવારે ભુખ્યા પેટે આવવું,ધરણાં સમય દરમિયાન સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચા અને લીંબુ પાણી સિવાય કાંઈ ખાઈ શકાશે નહીં તેમજ પુરો સમય ઉપવાસ સ્થળે જ હાજર રહેવું પડશે, આ શરતોનું પ્રામાણિકતા પૂર્વક પાલન કરવા ખાસ જણાવવામાં આવ્યું છે.
આ મિશન બ્રોડગેજ અમરેલીને કોઈપણ સંસ્થા,મંડળ,જ્ઞાતિ સંગઠનો, ટ્રસ્ટ, ક્લબ,એસોસિયેશન,ધાર્મિક કે સામાજિક ગ્રુપ કે કોઈપણ વ્યક્તિગત રીતે સમર્થન આપવા માંગતા હોય તેઓએ 2જી ઓક્ટોબર સોમવાર સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધીમાં જીવરાજ મહેતા ચોક ખાતે ઉપવાસી છાવણીની મુલાકાત લઇ લેખિતમાં પોતાનું સમર્થન આપવા મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.