માળીયા હાટીના ના સમઢિયાળા ખાતે શિક્ષક નવ વર્ષથી કોમામાં હોય તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા પોતાના શિક્ષક ભાઈ માટે યોગદાન અર્પણ કરાયું.
માળીયા હાટીના તાલુકાના સમઢિયાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષભાઈ મકવાણા ગામ ગોતાણા કે જેઓની હાલની ઉમર આશરે 33 વર્ષ હોય તેઓનું આજથી લગભગ નવ વર્ષ પહેલાં માર્ગ અકસ્માત થતાં તેઓને મગજમાં ગંભીર ઈજાઓ થતા તેઓ છેલા નવ વર્ષથી કોમામાં હોય અને પરિવારમાં માતા પિતા અને ભાઇ એમ ત્રણ સહિત ચાર વ્યક્તિઓ છે અને આટલા લાંબા સમયથી પોતે કોમાંમાં હોય પરિવારને આર્થિક મદદ ના હેતુથી માળીયા હાટીના શિક્ષણ પરિવાર જિલ્લો જુનાગઢ દ્વારા માળીયા હાટીના તાલુકા શિક્ષણ પરિવારના દરેક શિક્ષક ભાઈઓ બહેનોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ફાળા સ્વરૂપે યોગદાન આપેલ જે અંદાજિત 3,15,760/- અંકે રૂપિયા ત્રણ લાખ પંદર હજાર સાતસો સાઇઠ એકત્ર કરી આજે તાલુકા શિક્ષણ પરિવારના તમામ સભ્યો અને જિલ્લા શિક્ષણ પરિવારના સભ્યોની હાજરીમાં મનીષભાઈ ના પિતાશ્રી ને રૂબરૂ મળી આશ્વાસન આપી આર્થિક નાની એવી મદદ છે અને ભગવાનની કૃપાથી મનીષભાઈ વહેલી તકે સ્વસ્થ થાય તેવી શુભકામના સાથે અર્પણ કરેલ માળીયા હાટીના શિક્ષણ પરિવાર ની આજે એક પરિવાર ભાવના ઊભી કરેલી છે તે બદલ તમામ ભાઈઓ બહેનોનો આભાર અને કાયમ દુઃખની ઘડીમાં પરિવારના સભ્યોની સાથે અડીખમ ઊભા રહીએ એવી માં સરસ્વતીને પ્રાર્થના. તાલુકાના તમામ ભાઈઓ બહેનોનો મનીષભાઈ ના પિતાશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.