હળવદ શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર સાતમ આઠમના મેળાની મોજ માણવા નગરજનોમાં અનેરો ઉત્સાહ
આજે શીતળા સાતમ નિમિતે ગોલેશ્વર મંદિરમાં આવેલ શીતળા માતાજીના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું બાળકોની તંદુરસ્તી માટે માતાઓ અહી માનતા રાખતી હોય છે અને શીતળા સાતમના દિવસે માતાજીના દર્શન કરાવી આશીર્વાદ મેળવતા હોય છે
આજે સાતમથી તહેવારોની મોસમ શરુ થઇ ચુકી છે અને શીતળા સાતમના દિવસે હળવદ માં આવેલ ગોલેશ્વર મંદિરમાં શીતળા માતાજીના મંદિરે દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા બાળકોને શીતળા માતાજીના મંદિરે દર્શન કરાવી આશીર્વાદ મેળવ્યા હતા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા ગોલેશ્વર મંદિરમાં શીતળા માતાજીના દર્શન માટે માત્ર હળવદ જ નહિ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ભક્તો દર્શન માટે આવે છે અહી માનતા રાખવાથી બાળકોને ઓરી, અછબડા સહિતના રોગમાંથી મુક્તિ મળે છે
આજથી તહેવારોની મોસમ શરુ થઇ ચુકી છે અને સાતમ આઠમમાં સૌરાષ્ટ્રમાં લોકમેળાનું અનેરું આકર્ષણ જોવા મળે છે ત્યારે હળવદ શહેરના ભવાની ભુતેશ્વર અને દશામાના મંદિર પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય જે મેળાની મોજ માણવા બાળકોથી લઈને વડીલો, યુવાનો સહિતનાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.