ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર શ્રી અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રી દ્વારા પુરસ્કાર અર્પણ
ગીર સોમનાથ, તા.૨૬. સમગ્ર દેશમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જે પછી ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરના સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર શ્રી અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અટલજીની જન્મજયંતિ નિમિત્તે તેમના અટલ અને મહાન કાર્યોની જ્યોત પ્રજ્જવલિત રહે તે હેતુથી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે શ્રી અજય પ્રકાશને મુખ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્માણ જિલ્લાની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૫ જૂન ૧૯૮૫ના રોજ બિહારમાં જન્મેલા શ્રી અજય પ્રકાશ નવસારી મદદનીશ કલેક્ટર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.
ભાસ્કર વૈદ્ય / સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.