“નેત્રમ પછી પણ તંત્ર નું ચેતરમ” સાંસદ પુત્ર ના માટી ખનન માં ભૂસ્તર શાસ્ત્રી ની ભૂંડી ભૂમિકા સ્પેશીફીક સ્થળ થી વિપરીત માટી ખનન ના સીસી ટીવી વાહન નંબરો સાથે ની ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ તંત્ર એ ખોટું રેકર્ડ ઉભું કરતા RTI એક્ટિવિસ્ટ સુખડીયા નું સોગાદનામું
"નેત્રમ પછી પણ તંત્ર નું ચેતરમ"
સાંસદ પુત્ર ના માટી ખનન માં ભૂસ્તર શાસ્ત્રી ની ભૂંડી ભૂમિકા સ્પેશીફીક સ્થળ થી વિપરીત માટી ખનન ના સીસી ટીવી વાહન નંબરો સાથે ની ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ તંત્ર એ ખોટું રેકર્ડ ઉભું કરતા RTI એક્ટિવિસ્ટ સુખડીયા નું સોગાદનામું
અમરેલી જિલ્લા માં ખાણ ખનીજ તંત્ર એ જિલ્લા સાંસદ ના ઈજનેર પુત્ર ના માટી ખનન માં ખોટા ડોક્યુમેન્ટ આધારે રીપોર્ટ કરી મદદ કરનાર તંત્ર સામે ન્યાયીક તપાસ થવા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા નું સોગાદનામું માટી ખખન ની ગત તા.૧૫/૦૫/૨૦૨૩ ની.લેખીત રજુઆત માં અમરેલી શહેરની અમરેલી ગામની ગૌચર જમીન સર્વે નં.૩૩૪ પૈકી ૫,હે.આરે.૧૨-૨૭-૩૭ જમીનમાંથી ગેરકાયદેસર અમરેલી ચકકરગઢ રોડ ગામે જોડતો નોન પ્લાન રોડમાં સાંસદશ્રી અમરેલીના નારણભાઈ કાછડીયાના પૌત્ર મંથન કાછડીયા એન્જીનીયર ની કોન્ટ્રાકટર એજન્સી દ્વારા કોઈપણ પરમીટ વગર ટાંચ (માટી) જમીનમાંથી ખોદકામ કરી લાખો રૂપીયાની મહામુલ્ય જમીનમાંથી માટી કાઢી મસ મોટા ખાડા કરી ખનીજની ચોરી કરેલ તે સંદર્ભે ચારથી પાંચ ટ્રેકટરો જે.સી.બી.થી ખોદકામ કરતા સમયે પોલીસ વિભાગના નેત્રમ સી.સી.ટી.વી.કેમેરામા વાહનોની હલન ચલન પાંચ દિવસથી કેદ થયેલ છે અને તપાસ માટે ગયેલી ટીમ દ્વારા આ વાહનોનુ કોઈપણ પ્રકારનો દંડ કે કાર્યવાહી વગર મુકત કરી દેવામા આવેલ આ બાબતે અમરેલી ભુસ્તર શાસ્ત્રીશ્રી બહુમાળી ભવન-અમરેલી દ્વારા તા.૬/૦૭/૨૩ ના રોજ પત્ર ક્રમાંક નંબર ફરીયાદી/અમરેલી/૨૦૨૩ ૧૬૬૪,થી અમો ફરીયાદીને પત્ર પાઠવવામા આવેલ અને તે પત્ર અન્વયે એવુ જણાવવામા આવેલ કે માટી ખનન કરનાર ઈસમો પાસે આધાર પુરાવાઓ માંગતા તેમણે નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલીના હુકમ નં.ઈરી/વશી/સુફ.સુજ પીબી/ ૨૬૬થી ૨૬૭ ૨૦૨૩,તા.૧૯/૦૪ ૨૩ પરવાનગી મેળવેલ હોવાનું જણાવવામા આવેલુ છે તેમજ ખોદકામવાળી જગ્યા રોકડીયાપરા તળાવના નીચાળવાળા વિસ્તારનો ભાગ છે તેમજ મામલતદાર શહેર અમરેલી તેમજ નાયબ કાર્યપાલક ઈજનેરની સયુંકત તપાસ મુજબ તથા લેવામા આવેલ નિવેદનો મુજબ ખોદાણવાળા સ્થળે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી નાની સિંચાઈ મંજુરી આપેલ હોવાનું જણાવેલું છે જે સંદર્ભે નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલી દ્વારા તા.૧૯/૪/૨૩ ના રોજ મંજુરી બાબતે હુકમ કરવામા આવેલો જે હુકમ જોવામા આવે તો અમરેલી,બગસરા-કુંકાવાવ અમરેલી જિલ્લાની ખેતી સુધા૨ણા માટે સાદી માટી / કાપ મોરમની મંજૂરી વાળી જગ્યા ના બદલે વિપરીત જગ્યા દર્શાવેલ તળાવ/ચેક ડેમમાંથી ૧૦૦% સ્વખર્ચે માટી લઈ જવા મંજુરી માંગેલ અને તે મંજુરી આપવામા આવેલી હુકમમાં ૨ોકડીયાપરા દર્શાવેલ છે જે તળાવ રોકડીયા હનુમાન મંદીર પાસે ન ગણવાનુ ૨હેશે આમ આ મંજુરીમાં સ્પેશીફીક જગ્યા દર્શાવવામા આવેલી છે.તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાસે માટી ઉપાડવાની જે મંજુરી માંગવામા આવેલ તે (૧) મુળજીભાઈ કુરજીભાઈ પાનેલીયા જેમણે અમરેલીના સર્વે નં.૪૬૯/૭ પૈ.૩,રોકડીયાપરા,જેમા મુળજીભાઈ પાસે ૨૪ ગુંઠા જમીન છે અને ફેરાની માંગણી ૫૦૦ છે.તેમજ આ ઈસમ દ્વારા લાલાવદર ગામે ભાવેશભાઈ દેવચંદભાઈ રાદડીયા ધ્વારા પ૦૦ ફેરાની માંગણી કરેલ પરંતુ તેમની પાસે ૨૮ ગુંઠા જમીન છે આમ પ્રથમ દૃષ્ટીએ આ જે મંજુરી આપવામા આવેલ છે તે કોઈપણ જાતની તપાસ કર્યા વગર અને જરૂરીયાત મુજબ માટી છે કે કેમ તેનો કોઈપણ રીપોર્ટ પણ રજુ રાખેલ ન હોય તેમજ સ્થળ,સ્થીતી,નકશો જોવામા આવે તો આ નકશાની અંદર સર્વે નં.૩૩૪ માં કયાય તળાવ કે ચેક ડેમ હોય તેવુ આ નકશામા જોવામા આવતુ નથી માટી ઉપાડવાની જે મંજુરી આપવામા આવેલ છે તે રોકડીયાપરા હનુમાન મંદીર પાસેની તળાવમાંથી ખાસ જણાવીને આપવામા આવેલ છે ફકત આ કામના આરોપીને બચાવવા માટે ખાણ ખનીજ અમરેલી,નાયબ સિંચાઈ અધિકારી તથા તપાસનીશ મામલતદાર દ્વારા રેકર્ડમાં છેડછાડ કરી ખોટુ રેકર્ડ ઉભુ કરી હકીકત જયાં મંજુરી આપવામા આવેલ છે તે મંજુરીને નંજર અંદાજ કરી રેકર્ડમાં છેડા કરી આરોપીને બચાવવા માટે જે પ્રક્રીયા હાથ ધરવામા આવેલ છે તે પ્રક્રીયાના ભાગ રૂપે તા.૬/૭/૨૩ ના રોજ ભુસ્તર શાસ્ત્રી,ભુસ્તર ખાતુ અને વિજ્ઞાન ખનીજ ખાતું અમરેલી દ્વારા પત્ર પાઠવી સદર મંજુરી કાયદેસરની હોવાનુ જણાવલ છે.તંત્ર ના આશીર્વાદ કે આંખ આડાકાન જે કહો તે પણ તંત્ર એ ખોટું રેકર્ડ ઉભું કરી સાંસદ પુત્ર ને બચાવવા ના પ્રયાસ સામે સુખડીયા એ સોગાદનામું કરી આધાર પુરાવા હિસ્ટ્રી સી સી ટીવી કેમેરા સહિત ના પુરાવા સાથે જિલ્લા કલેકટર તેમજ કમિશનર શ્રી ભુસ્તર શાસ્ત્રી ને ન્યાયિક તપાસ ની માંગ કરી છે અન્યથા ગુજરાત હાઈકોર્ટ ના જવા ફરજ પડશે તેમ જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.