આઈ.સી. ડી એસ ગરબાડા તાલુકાના ઘટક ૨ વજેલાવ ગામ ખાતે આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી. - At This Time

આઈ.સી. ડી એસ ગરબાડા તાલુકાના ઘટક ૨ વજેલાવ ગામ ખાતે આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી.


જેમાં પોષણની જાગૃતતા માટે રેલી પણ કાઢવામાં આવી.

ગરબાડા :- ગરબાડા તાલુકાના વજેલાવ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આંગણવાડી ખાતે માતા પિતા બન્નેને બોલાવી આંગણવાડી કેન્દ્ર મારફત આપવામાં આવતા બાલશક્તિના પેકેટમાંથી રાબ બનાવી બાળકને અન્નપ્રાશન કરાવવામાં આવ્યુ આ ઉપરાંત બાળકને રોજ કેટલુ જમાડવું અને બાલશક્તિમાંથી ૧૩ પ્રકારના સુષ્મપોષકતત્વનું મહત્વ સમજાવી બાલશક્તિના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માં આંગણવાડી વર્કર અને ગામના લોકો હાજર રહ્યા હતા. પાપા પગલી નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.