બોટાદ અવેડા ગેટ વિસ્તાર પંડિત દિનદયાળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હેતુ બોટાદ અવેડા ગેટ વિસ્તાર પંડિત દિન દયાળ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે તે હેતુસર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડીસ્ટ્રીકટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ મનસુખભાઇ ગ્રામભડીયા દ્વારા પોસ્કો એક્ટ, બાલિકા દિવસ નુ મહત્વ, શિક્ષણ નુ મહત્વ, લિંગ ભેદભાવ વિશે સમજાવેલ.તેમજ દીકરીઓના જીવનમાં ભણતરનું મહત્વ વિશે અને ગુડ ટચ બેડ ટચ વિશે સમજાવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.