રાજકોટમાં યુવકે ગર્લફ્રેન્ડ સાથે મળી લૂંટનું તરકટ રચ્યું : 4 લાખની લોન ભરપાઈ કરવા શેઠના 12 લાખના સોનાના બિસ્કીટ ઓળવી ગયો
રાજકોટમાં શાસ્ત્રીમેદાન પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. શેઠના 12 લાખના સોનાના બિસ્કિટ ઓળવી જવા તરકટ રચ્યું હતું. ગર્લફ્રેન્ડ સાથે લૂંટનો ડ્રામાં કરવામાં આવ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચએ ભેદ ઉકેલ્યો છે. ટુર્સ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હાર્દિક ટાંકએ ચાર લાખની લોન લીધી હતી તે ભરપાઈ કરવા લૂંટનું નાટક કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હાર્દિકએ તેની ફ્રેન્ડ કોમલ ગોસાઈને વાત કરી કોમલે તેના પ્રેમી હસનેન ભારાને વાત કરી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટના આ ગુનામાં કોમલ અને હસનેનની ધરપકડની કાર્યવાહી કરાઇ છે. તેમજ હાર્દિક ટાંકની ધરપકડ કાર્યવાહી કરાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.