વિરપુર વીરાજી સર્કલ ખાતે વિજ્યાદશમી દશેરા ઉત્સવ યોજાયો…
રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળ્યા....
ધારાસભ્ય સહિતના રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળ્યા અને જયશ્રી રામના જયઘોષ સાથે રેલીનું પ્રસ્થાન કરાવ્યું..
વિરપુર-બાલાસિનોર સમસ્ત ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિરપુર અંબિકા સોસાયટી લાભ શોપિંગથી વીરાજી સર્કલ ખાતે રેલી સ્વરૂપે વિજ્યાદશમી નિમિત્તે મહાશસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું..
અધર્મ સામે ધર્મના વિજયના અનેરા અવસર વિજયાદશમીના દિવસે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચન્દ્રએ રાવણ સાથે યુધ્ધ કરવા માટે ક્રિષ્ટિયામાંથી નિકળીને વિજય મેળવ્યો હતો. એટલું નહિ પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પરથી તેઓએ સંતાડેલા તમામ શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોક્ત રીતે પૂજનઅર્ચન કર્યું હતુ. ત્યારથી દર વર્ષે દેશભરમાં અલગ અલગ સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે. ત્યારે મહિસાગર જીલ્લાનો સૌથી મોટો ક્ષત્રિય સમાજનો દશેરાનો કાર્યક્રમ વિરપુર ખાતે યોજાયો હતો.
વિજયા દશમીની ઉજવણી નિમિત્તે વિરપુર- બાલાસિનોર ક્ષત્રિય સમાજ દ્વારા ડી. જે ના તાલ સાથે શોર્યગાન અને રાસ ગરબાના આનંદ ઉલ્લાસ સાથે યુવાનો સભાના રૂપમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું,અંબિકા સોસાયટી થી ક્ષત્રિયની પરંપરા મુજબ ક્ષત્રિય પોશાકમા સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોની વિશાળ રેલીનું પ્રસ્થાન કારવ્યું, વિરાજી બારીયા સર્કલ પાસે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિરાજી બારીયાની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી તલવાર બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહ,પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ,યુ.કે ઠાકોર,ઉદેસિંહજી ચૌહાણ અજમેલસિંહ પરમાર, જીલ્લા પંચાયત સદસ્ય એસ બી ખાંટ, મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ,અમુલ ડેરી ડિરેકટર શાયભેસિહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય દલપતસિહ પરમાર, વિરપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રતિનિધિ અર્જુનસિહ સોલંકી,હિતેન્દ્રસિંહજી તેમજ જીલ્લા પંચાયત સદસ્ય,તાલુકા સદસ્ય સરપંચો સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.