પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડની રાજ્ય કારોબારી ની બેઠક યોજાઈ. - At This Time

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડની રાજ્ય કારોબારી ની બેઠક યોજાઈ.


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડની રાજ્ય કારોબારી ની બેઠક યોજાઈ.
આજરોજ તારીખ 07/07/2024 ને રવિવારના રોજ પાટણ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી ની બેઠક યોજાઇ .જેમાં મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ સાહેબશ્રીની સવિશેષ ઉપસ્થિત રહી હતી અને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અપેક્ષિત એવા 30 જેટલા હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.પાટણ ગ્રાન્ટેડ જિલ્લા પ્રમુખશ્રી કેતનભાઇ મોદી અને ગ્રાન્ટેડ પ્રાથમિક રાજ્ય સંઘના સંગઠન મંત્રી શ્રી મિલનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી .ત્યાર બાદ આમંત્રણ મહેમાનોને તિલક દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું.ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી ઉજવવલભાઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું ત્યાર બાદ ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘના મહામંત્રીશ્રી જગદીશભાઈ બારીયા દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના પડતર પ્રશ્નો અંગે માહિતી આપી એ નિવારણ માટેના ઉપાય અને આગામી કાર્ય ની રૂપરેખા આપવામાં આવી.ત્યાર બાદ ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઇ પરમાર દ્વારા પડતર પ્રશ્નો અંગે પોતાના આગવા અંદાજમાં રજુઆત કરવામાં આવી.ત્યાર બાદ અલગ અલગ જિલ્લામાંથી આવેલ પદાધિકારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે રજુઆત અને ચર્ચા કરવામાં આવી.જેમાં ફાજલ નું રક્ષણ , 4200 ગ્રેડપે , ભરતી , LTC , બદલી , જેવા અગત્યના પ્રશ્નો સાથે જ જિલ્લા કક્ષાના CPF , ફૂલ પગાર અને અન્ય પ્રશ્નો ની પણ રજુઆત અને ચર્ચા કરવામાં આવી.કચ્છ જિલ્લામાં હિન્દી માધ્યમ શાળામાં જ્ઞાન સહાયક આપવામાં આવે. તે માટે કચ્છ જિલ્લા અધ્યક્ષ કલ્પેશ ચૌધરી દ્વારા રજૂઆત કરવામાં આવી. નવીન કારોબારી બનાવવા માટેની રચના કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો જેમાં હાલ જે હોદ્દાઓ છે તે યથાવત રાખી બીજા નવા સક્રિય સભ્યોને ઉમેરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી
ત્યાર બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષશ્રી ભીખાભાઇ પટેલ સાહેબશ્રી દ્વારા પડતર પ્રશ્નો અને આગામી રણનીતિ અને સંગઠન વિકાસ અને સંગઠનાત્મક કાર્યક્રમ ની માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.