હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા ને લઇને પાટણ જીલ્લા ના પત્રકાર સંગઠનો દ્વારા જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા ને લઇને પાટણ જીલ્લા ના પત્રકાર સંગઠનો દ્વારા જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપ્યું..
હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું..
રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા.
હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલ માં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારી ની બનેલી ઘટના અંગે ની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકાર ને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહીને પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહીલુહાણ થઈ ગયો હતો ત્યારે ૧૦૮ મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જીલ્લા ના પત્રકારો મા રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જીલ્લા પોલીસ વડા તથા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી
પાટણ જિલ્લા ના હારીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારી ની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજનાં ખાનગી ન્યૂઝ ચેનલ ના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઇ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર ને ભુંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતાં પત્રકાર ને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ૧૦૮ દ્વારા હારીજ સારવાર માટે લઇ જવાયા બાદ તબીયત વધુ લથડતા પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જીલ્લા ના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપીને પત્રકાર ને માર મારનાર પોલીસ કર્મી સામે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી સાચી ફરીયાદ દબાવી દીધેલ હોઇ જવાબદાર પી એસ ઓ અને પી એસ આઇ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી અને પોલીસ સ્ટેશન ના સી સી ટીવી ફુટેજમાં આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવાયું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો ના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકર ને ન્યાય મળે તેવી પાટણ જીલ્લા પોલીસ વડા તથા કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.