વ્યાજખોરોથી નાગરિકોને મુક્તિ મળે તે માટે ડભોઈ પોલીસ તંત્ર દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો - At This Time

વ્યાજખોરોથી નાગરિકોને મુક્તિ મળે તે માટે ડભોઈ પોલીસ તંત્ર દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર કરનાર અને ઉંચા વ્યાજ વસૂલાત વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું ચાલુ કરેલ છે. તેમજ આ વ્યાજખોરના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ મળે અને તેઓ પોતાની નાણાકીય જરૂરિયાતો બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધિરાણ મેળવી પૂરી કરી શકે તે માટે આ સંસ્થાઓ સાથે સંકલન કરી ડભોઈ પોલીસ તંત્રએ પ્રજાલક્ષી પહેલ કરી ડભોઈ લેઉવા પાટેલ સમાજ વાડી ખાતે " લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ " નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી મહિનાથી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે આવેલી અરજીઓ અને ફરિયાદોને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ ગરીબ કે માધ્યમ વર્ગીય નાગરિક આવાં વ્યાજખોરની ચંગુલમાં ન ફસાય તે માટે જાગૃતિ લાવવા લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકદરબારમાં નાગરિકોને વ્યાજખોરોથી સાવધાન રહેવા જાગૃત કરાયાં હતાં. તેમજ જો નાણાંકીય જરૂરિયાત ઉભી થાય તો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધીરણ મેળવી શકે તે અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડભોઈ નગરમાં કાર્યરત નામાંકિત બેંકો અને નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયાં હતા. તેઓએ નાગરિકોને આવી સંસ્થાઓમાંથી સરળતાથી ધિરાણ કઈ રીતે મેળવવું તે અંગે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાન્ય તેમજ મધ્યમ વર્ગનો કોઈપણ નાગરિક હવેથી આવાં વ્યાજખોરની ચંગુલમાં ન ફસાય અને આવા તત્વોથી સચેત રહે તેવા આશયથી આ કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં ડભોઈના પી.આઈ. એસ.જે.વાઘેલા સહિતનાં ઉચ્ચ અધિકારીઓ, બેંકના અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.