ઈચાજૅ સેક્રેટરીની નિમણૂક કરી પશુપાલકોને દુધના નાણાં અને બોનસ ચૂકવો તેમ સભાસદો નો સુર - At This Time

ઈચાજૅ સેક્રેટરીની નિમણૂક કરી પશુપાલકોને દુધના નાણાં અને બોનસ ચૂકવો તેમ સભાસદો નો સુર


બાલાસિનોર નગરની દુધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડને ૭૩ વર્ષ થયા હોવા છતા સેક્રેટરી પદ ન છોડતા તારીખ ૨૭ જૂને સામાન્ય સભામાં ઠરાવ કરી સેક્રેટરીને સેવાનિવૃત્ત કરાયા હતા. મંડળીમાં દુધ ભરતા પશુપાલકોને દુધના નાણા દર ૧૦ દિવસે ચૂકવવાના રહે છે પરંતુ સેક્રેટરીને સેવાનિવૃત્ત કરતા અન્ય કોઈ સેક્રેટરીની નિમણૂક ન કરાતા પશુપાલકોનો પગાર ન થતાં પડ્યા
પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. પશુપાલકોના ભરેલા દુધના નાણાનો પગાર અને વાર્ષિક બોનસ ચૂકવવા માટે ઈ.સેક્રેટરીની નિમણૂક કરી પશુપાલકોને ન્યાય માટે પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું.

પશુપાલકો બાલાસિનોર દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં દુધ ભરી દર ૧૦ દિવસે પગાર મેળવતા હતા પરંતુ દુધ મંડળીમાં સેક્રેટરીની ઉંમરી ૭૩ વર્ષ થઈ હોવા છતા સેક્રેટરી પદ ન છોડતા
ગત તારીખ ૨૭મીના રોજ મળેલી સામાન્ય સભામાં સેક્રેટરીની - સેવાઓ સમાપ્ત કરવા રજીસ્ટ્રાર 1 દ્વારા નિયુકત કરેલા સરકારી 1 વહીવટદાર (કસ્ટોડીયન)ની 1 હાજરીમાં ઠરાવ કરાયો હતો જે બાદ હજુ સુધી કોઈ સેક્રેટરીની । નિમણૂક કરવામાં નહી આવતા - પશુપાલકો દ્વારા દુધ મંડળીમાં ભરવામાં આવેલ દુધનું વેતન અને વાર્ષિક બોનસથી વંચિત રહેતા પશુપાલકોને મોંઘવારીમાં પડ્યા પર પાટુ સમાન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.