રાજકોટ:માઁને બચાવી ન શક્યો એ વાતનો અફસોસ, આ ડિપ્રેસનમાં પગલું ભર્યું
કોરોનામાં ઓક્સિજનની કમીના કારણે માતાનો જીવ ન બચાવી શકનાર પુત્રએ એક-દોઢ વર્ષ ડિપ્રેશનમાં રહ્યા બાદ એસિડ પી મોત વ્હાલું કર્યાની ઘટના રાજકોટમાં બની છે.
મળતી વિગત મુજબ સાજીદભાઈ અહેમદભાઈ જીંદાણીએ ગત તા.3ના રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેઓને પ્રથમ મોટી ટાંકી ચોકની વેદાંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાય હતી. સુખી સંમ્પન મુસ્લિમ પરિવારમાં આ ઘટના બનતા સાજીદભાઈના પરિવારજના સભ્યોએ તેઓને તુરંત સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કર્યા હતા. ત્યાં પણ સ્થિતિ વધુ ગંભીર જણાતા પરિવારજનોએ ડોક્ટરની સલાહ મુજબ તેઓને વોકહાર્ટ હોસ્પિટલમાં ઉચ્ચ સ્તરની સારવાર માટે દાખલ કરેલા, જોકે તબીબોએ પ્રયત્ન કરી લીધા બાદ સાજીદભાઈને એસિડ પીવાના કારણે આંતરિક અંગોમાં ખૂબ જ નુકસાન થયું હોવાથી જીવ બચવાની શક્યતા જણાઈ નહોતી. જેથી આજે સવારે જ સાજીદભાઈને ડિસ્ચાર્જ અપાયું હતું અને ઘરે લવાયા હતા. જ્યાં સાંજે 4.30 વાગ્યે બેભાન થઈ જતા તેઓને ઇમરજન્સીમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા.
પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતા આઈએસઆઈ કનુભાઈ માલવીયા, શાંતિભાઈ વગેરે પોલીસ સ્ટાફ દોડી ગયેલો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
જ્યારે તા.3ના રોજ પોલીસે સાજીદભાઈનું નિવેદન લીધેલું, ત્યારે તેમણે જણાવેલ કે, એક દોઢ વર્ષ પહેલાં કોરોના મહામારી વખતે તેમના માતાનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવેલો, એટલે સાજીદભાઈએ તેમને સારવારમાં ખસેડયા હતા. તબીબોની સલાહ હતી કે, માતાનો જીવ બચાવવા ઓક્સિજનની ખાસ જરૂર પડશે. જોકે તે સમયે ઓક્સિજનની અછત હતી જેથી સાજીદ ભાઈ વ્યવસ્થા કરી શક્યા નહોતા. પોલીસને સાજીદભાઈએ હોસ્પિટલના બિછાનેથી અફસોસ જતાવતા કહ્યું હતું કે, "ધન-દૌલત બધું હતું પણ હું મારી માઁ નો જીવ ન બચાવી શક્યો" એનો મને અફસોસ છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, માતાના અવસાન પછીથી સાજીદભાઈ એક-દોઢ વર્ષથી ડિપ્રેશનમાં હતા. અવાર નવાર, વાત વાતમાં તેઓ માતાને ન બચાવી શક્યા તે અંગે અફસોસ વ્યક્ત કરતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.