દિલ્લીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વનું યોગદાન – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા હરિયાણાની ધરતી પરથી વિશ્વ શાંતિનો સંદેશો પ્રસારિત થશે – આચાર્ય લોકેશજી
દિલ્લીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે
આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વનું યોગદાન – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા
હરિયાણાની ધરતી પરથી વિશ્વ શાંતિનો સંદેશો પ્રસારિત થશે – આચાર્ય લોકેશજી
દિલ્હી ‘અહિંસા વિશ્વ ભારતી’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહ અને વિરાટ સંત સંમેલનની વિગતવાર ચર્ચા કરી. આચાર્યશ્રીએ મુખ્યમંત્રીને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રિત કર્યા, જે મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજીએ હર્ષપૂર્વક સ્વીકારી લીધું.
મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, “વિશ્વ શાંતિ કેન્દ્રનો ઉદઘાટન સમારોહ અને વિરાટ સંત સંમેલન એ આધ્યાત્મિક ચેતના અને માનવ કલ્યાણનો અદભૂત મેળો છે. આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ભારતની રાજધાની દિલ્હીનાં એન.સી.આર વિસ્તારમાં સ્થિત આ કેન્દ્ર વિશ્વ શાંતિ અને સદભાવનાના ક્ષેત્રમાં અગત્યનું કામ કરશે.
જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે, “વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપનાનો હેતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને શાંતિ શિક્ષણ દ્વારા વિશ્વ શાંતિ અને સદભાવનાને વ્યાપક પાયે જીવંત કરવાનો છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપના રૂપે ચાર પાયાઓ પર ઉભેલો આ સાતમાળાનું ભવન થોડી જ વારમાં તૈયાર થયું છે, જ્યાંથી ભગવાન મહાવીર જેવા મહાપુરુષો અને ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદેશ આખા વિશ્વમાં પ્રસારિત થશે. 2 માર્ચ, 2025ના રોજ ગુરુગ્રામ હરિયાણામાં નવનિર્મિત ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર, પતંજલિ યોગપીઠના સ્થાપક સ્વામી રામદેવ, કથાકાર પ. પૂ. શ્રી મોરારી બાપુ પણ સંબોધન કરશે.આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ મુખ્યમંત્રીને 'આચાર્ય લોકેશ એમ્બેસેડર ઓફ પીસ' પુસ્તક ભેટ કરી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
