રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના ગેરવર્તનથી ડોક્ટરો ખફા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના ગેરવર્તનથી ડોક્ટરો ખફા થયા છે. શનિવારે સાંજે અને ગઈકાલે સાંજે ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ત્રણ માંગો મુકાઈ હતી.
તબીબોએ પોતાની રજુઆત કરતા જણાવ્યું કે, શનિવારે સવારે 8.45 વાગે ઈમરજન્સી વિભાગમાં બીજા માળે મેડિકલ વોર્ડ નં 7 માં જ્યોત્સનાબેન પ્રવીણભાઈ (ઉં. વ. 42) ગભરામણ, તથા નબળાઈ સાથે આવેલ હતા. તેને તાત્કાલિક ધોરણે દાખલ કરીને, તપાસ કરીને છાતીની પટ્ટી કાઢેલ તથા યોગ્ય સારવાર ચાલુ કરવામાં આવેલ અને દર્દી સભાન તથા સ્ટેબલ અવસ્થામાં હતા. આ પ્રકારની સારવાર મળવા છતાં પણ તેમની જોડે આવેલ રૂક્સાનાબેન (ઓપીડી વિભાગના સર્વેન્ટ) અને તેમના 2 સગા દ્વારા વોર્ડમાં કામ કરી રહેલા ડો. મેરી એલ અને ડો. અજય રાઠોડ જે દર્દી ની તપાસ કરી રહ્યા હતા, તેમના પર ગેરવ્યવહર કરીને, અપશબ્દો આપીને હાથાપાઈ પર ઉતરી આવેલ હતા. તેઓ દ્વારા આ બંને ડોક્ટરને લાફો મારવામાં આવેલ છે, તેમજ મારા મારી પણ કરવામાં આવેલ. જેનાથી ડોક્ટરો ને ઇજા થયેલ છે. અને દર્દી હોસ્પિટલમાંથી દાખલ ફાઈલ લઈને કોઈને જાણ કર્યા વગર ફરાર થઈ ગયેલ હતા.
બનાવ પછી કોન્ટ્રાકટ બેઇઝના કર્મીઓએ કરેલ આક્ષેપને તબીબોએ રદિયો આપ્યો હતો. ગત સાંજે રવિવારે પણ તબીબો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તબીબોની મુખ્ય માંગ છે કે, કોઈ પણ દર્દીના સગા ટોળાં સ્વરૂપમાં છેક દર્દીના બેડ સુધી અને ડોકટર સારવાર કરતા હોય ત્યાં સુધી આવી જાય છે.
જેથી દર્દીઓના સગા મર્યાદિત સંખ્યામાં દર્દી પાસે આવી શકે એ માટે વિઝીટર પાસની વ્યવસ્થા કરવામાં આવે અને તેનો ચુસ્ત અમલ થાય. ઉપરાંત બનાવ વખતે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં દર્દી અને તેના સગા ડોકટર સાથે બોલાચાલી કરી હાથપાઈ કરતા હતા. સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવવાના બદલે ઉભા ઉભા બધું જોતા હતા તો સિક્યુરિટી ગાર્ડસને કડક સૂચનો આપવામાં આવે. આ ઉપરાંત ઓપીડી વિભાગના સર્વેન્ટ રૂકસાનાબેન કે જેણે ડોકટર સાથે ગેરવર્તન કર્યું તેને સસ્પેન્ડ કરવામાં આવે. ડોક્ટરોની આ ત્રણ માંગો સામે સિવિલ હોસ્પિટલ તંત્ર શુ પગલાં લ્યે છે તે જોવું રહ્યું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
