જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારી પ્રા.શાળા નાથવાસ માં શાળા પ્રવેશોત્સવ યોજાયો.
ઈશ્વર પણ દરેક જગ્યાએ પહોંચીના શકે એટલે *મા* નું નિર્માણ કરવામાં આવ્યું. આ યુક્તિને અનુરૂપ સરકાર તેની યોજનામાં દરેક જગ્યાએ ના પહોંચી શકે ત્યાં સેવાકીય સંસ્થા પહોંચી કાર્ય પૂર્ણ કરે છે.
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા દ્વારા વિવિધ શાળા માં પ્રવેશોત્સવ ઉજવણી કરવામા આવી રહ્યા છે.
જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારી પ્રાથમિક શાળા નાથાવાસ શાળા મા પ્રથમ ધોરણમાં પ્રવેશ લેનાર બાળકોને શિક્ષણ માટે *શૈક્ષણિક કીટ* જેમાં સ્કૂલ બેગ - વોટર બેગ - લંચ બોક્સ - નોટ પેન્સિલ તેમજ રંગીન સચિત્ર દેશી હિસાબ આમ સમગ્ર શૈક્ષણિક કીટ તો તૈયાર કરી જરૂરિયાતમંદ બાળકોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના સહયોગથી આપવામાં આવી.
આ પ્રસંગે શાળાના આચાર્ય અને માલપુર તાલુકા બીટ નિરીક્ષક ધર્મેન્દ્ર ત્રિવેદી શાળા ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક રમીલાબેન પરમાર શિક્ષક સ્ટાફ સરકારશ્રી ના ટ્રેનર શ્રી વિમલ પટેલ ઝોન ડાયરેક્ટર પ્રવિણ પરમાર જાયન્ટ્સ મોડાસા પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ, મંત્રી છાયાબેન સોની, એજ્યુકેશન ડાયરેક્ટર પ્રદીપ ખંભોળજા ,જીવ દયા ડાયરેક્ટર કલ્પેશ પંડ્યા અમિતાબેન સોલંકી જાયન્ટ્સ મોડાસા મિત્રો સહિયર બહેનો હાજર રહી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ઝોન ડાયરેક્ટ પ્રવીણ પરમાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપી માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા સર્વેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું અને શાળા દ્વારા આભાર વ્યકત કર્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.