આજે રાત્રે પંચાળગૌરવ એવૉર્ડ સાથે પ્રગટ પીરાણું લોમેવધામ ધજાળાનાં પ્રાંગણમા સંતવાણીના સુર રેલાશે - At This Time

આજે રાત્રે પંચાળગૌરવ એવૉર્ડ સાથે પ્રગટ પીરાણું લોમેવધામ ધજાળાનાં પ્રાંગણમા સંતવાણીના સુર રેલાશે


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
પાંચાળનું પ્રગટ પીરાણું લોમેવધામ ધજાળે ફરકતી ધજા અહીંની અવિરત સેવાની સાક્ષી પૂરે છે, પુજ્ય ભરતબાપુ ના સાનિધ્યમાં લોમેવધામ ધજાળા જગ્યામા

કળિયુગમાં સતયુગની પ્રેમરૂપી જ્યોતને પ્રજલવિત રાખતું પાંચાળનું પ્રગટ પિરાણું લોમેવધામ ધજાળા આજૅ રાત્રે ભવ્ય સંતવાણી યૉજાશૅ જૅમા જાણીતા કલાકારો રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ, પરેશદાન ગઢવી, દેવાયતભાઈ ખાચરના કંઠેથી લૉક સાહિત્ય તથા સંતવાણી ના સુર રેલાશે. સંતવાણીના આ ભવ્ય કાર્યક્રમની સાથોસાથ પંચાળ પ્રદેશની સંસ્કૃતિ અને અસ્મિતા ની ઓળખને ઉજાગર કરી પાંચાળને ગૌરવ અપાવનાર વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પૈકી સ્મિતાબેન લવજીભાઈ મકવાણા, હર્ષદભાઈ રોજાસરા, કુલદીપભાઈ પટગીર અને જનડા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ બાવળિયાને લોમેવધામ ધજાળાના સાનિધ્યમાં પરમ પૂજ્ય મહંત મહારાજ ભરતબાપુ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીના વરદ હસ્તે "પાંચાળ ગૌરવ એવોર્ડ" થી સન્માનિત કરાશે સંતવાણીના દિવ્ય અને ભવ્ય પ્રોગ્રામમાં પાંચાળ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણનૅ ઉમટી પડવા સંતવાણી નૉ લાભ લૅવા અનુરોધ કરૅલ છૅ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.