બોટાદ શહેર તથા જિલ્લામાં તા.૦૩ એપ્રિલ,૨૦૨૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૩ની પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું - At This Time

બોટાદ શહેર તથા જિલ્લામાં તા.૦૩ એપ્રિલ,૨૦૨૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૩ની પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


બોટાદ શહેર તથા જિલ્લામાં તા.૦૩ એપ્રિલ,૨૦૨૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૩ની પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ શહેરમાં ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૩ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ આગામી તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક દરમિયાન પરીક્ષા માટેના કુલ-૦૫ પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રતિબંધો ફરમાવ્યાં છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ કરવા પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યાં છે.

સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.