માંડાડુંગરના ગોકુલ પાર્કમાં 26 વર્ષીય યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત - At This Time

માંડાડુંગરના ગોકુલ પાર્કમાં 26 વર્ષીય યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત


આજીડેમ નજીક માંડા ડુંગર પાસે ગોકુલ પાર્કમાં રહેતા બાવાજી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, માંડાડુંગર પાસે ગોકુલ પાર્ક શેરી નંબર-3 માં રહેતા અભય ગોવર્ધનભાઈ દાણીધારીયા(ઉ.વ.26) નામના યુવાને ગઈકાલે બપોર બાદ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા 108 ને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલ 108 ની ટીમે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.કે. ડાંગરે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
વધુમાં મળેલ વિગતો મુજબ, યુવાન રોલેક્સ બેરિંગના કારખાનામાં મજૂરીકામ કરતો હતો. તે એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો. પડધરીમાં રહેતા પરિવારની દીકરી સાથે તેની સગાઈ નક્કી થઈ હતી. યુવકે આર્થિક ભીંસથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું હતું. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.