હિંમતનગરના જવાનગઢ પાસે કારમાંથી રૂ.1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો - At This Time

હિંમતનગરના જવાનગઢ પાસે કારમાંથી રૂ.1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો


રિપોર્ટર સદ્દામ મનસુરી
હિંમતનગર તાલુકાના જવાનગઢ ગામની નજીક ગાંભોઈ પોલીસની ટીમ મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી ગાડી નં.GJ09AG4986નો કાર ચાલક પોલીસની ગાડી  જોઈને ઉભો થઇ ગયો હતો અને કાર પાછી લેવાનો પ્રયત્ન કરતા કાર બંધ થઈ ગઈ હતી જેથી ડ્રાઇવર કાર મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસને કઈ અજુગતુ લાગતા કારમાં  તપાસ કરતા કારમાં અલગ અલગ બ્રાન્ડ નો દારૂનો 912 બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત 1,00,800 તેમજ કારની કિંમત 2.50 લાખ મળીને પોલીસે કુલ 2,50,800નો મુદ્દામાલ ઝડપી લઈને વધુ તપાસ પોલીસે હાથ ધરવામા આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.